Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડ તસિયા રોડ પરથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (GJ-31-X-2387)માં વિદેશી દારૂ હિંમતનગર શહેર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સુંદરગઢ ગામની સીમમાં સ્ટેટ હાઈવે રોડ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમીવાળી રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે અને પાછળની સીટમાં રાખેલા થેલાઓમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 111 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹47,320ની કિંમતનો દારૂ, ₹5,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને ₹70,000ની કિંમતની સીએનજી રિક્ષા સહિત કુલ ₹1,22,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાત (ઉંમર 19, રહે. અણસોલ, તા. ભિલોડા, જિ. અરવલ્લી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદો-વ્યવસ્થા જાળવવા માર્ગદર્શિકા જાહેર કરી
    Next Article
    પોદ્દાર સ્કૂલમાં ઇંગ્લેન્ડના કિરણ લેઈએ ડાન્સ શીખવ્યો:વિદ્યાર્થીઓને ફ્રીસ્ટાઇલ ડાન્સના સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment