Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોદ્દાર સ્કૂલમાં ઇંગ્લેન્ડના કિરણ લેઈએ ડાન્સ શીખવ્યો:વિદ્યાર્થીઓને ફ્રીસ્ટાઇલ ડાન્સના સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવાડ્યા

    2 days ago

    હિંમતનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કિરણ લેઈ આવ્યા હતા. મંગળવારે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને ડાન્સના વિવિધ સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવ્યા હતા. કિરણ લેઈનું વિદ્યાર્થિનીઓએ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરીને તેમનું અભિવાદન કર્યું. સ્કૂલના આચાર્યએ સન્માનરૂપે કિરણ લેઈને એક કાર્ડ, ફૂલછડી અને તેમનું ચિત્ર ભેટ આપ્યું હતું. કિરણ લેઈ ઇંગ્લેન્ડના જાણીતા સ્ટ્રીટ ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે, જે તેમની અનોખી ડાન્સ સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમણે ઉપસ્થિત સૌ સામે સ્ટેજ પર એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પછી, કિરણ લેઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને તેમને વિવિધ ડાન્સ સ્ટેપ્સ અને ટેકનિક્સનું માર્ગદર્શન આપ્યું. આ ઇન્ટરએક્ટિવ સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવી કળા શીખવાનો અવસર મેળવ્યો. બે કલાકના આ રોકાણ દરમિયાન કિરણ લેઈ વિદ્યાર્થીઓ માટે મનોરંજક અને પ્રેરણાદાયક સાબિત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યુ-પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું, ગેનીબેન જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment