Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદો-વ્યવસ્થા જાળવવા માર્ગદર્શિકા જાહેર કરી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ ૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાન મથકો પર કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ જાળવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર, મતદાનના દિવસે દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશ દ્વાર પાસે નિયત લાઇનમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે પ્રવેશ મેળવવાનો રહેશે. મહિલાઓ માટે અલગ લાઇન હશે અને દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સિનિયર સિટિઝન્સને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે. મતદારે પોતાની લાઇન મુજબ ક્રમાનુસાર જ મતદાન મથકમાં પ્રવેશ કરી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મત આપ્યા બાદ મતદારોએ મતદાન મથક કે તેના પ્રતિબંધિત વિસ્તારમાં બિનજરૂરી રોકાયા વગર તુરંત ત્યાંથી રવાના થવું પડશે. આ જાહેરનામું આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના મતદાનના દિવસે સમગ્ર જિલ્લામાં જ્યાં ચૂંટણી યોજાનાર છે, તે તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ આદેશોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સેન્ટ ઝેવિયર્સ કોલેજ વિવાદોના ઘેરામાં!:મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત રખાયાનો આક્ષેપ, ABVPએ ફીના નામે ઉઘાડી લૂંટ અને અન્યાયી નીતિઓનો વિરોધ કર્યો
    Next Article
    હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment