Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લ્સ મેસમાં ઇયળ બાદ હવે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યો વાંદો:સતત બીજા દિવસે ભોજનમાંથી જીવાત નીકળતાં હોબાળો, ABVP સાથે વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠા

    7 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગતરોજ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં પીરસાયેલા ભોજનમાંથી ઇયળ નીકળવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી, ત્યાં જ આજે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી મૃત વાંદો મળી આવતાં સમગ્ર કેમ્પસમાં ભારે રોષ ફેલાયો છે. સતત બે દિવસ સુધી ભોજનમાંથી જીવાત નીકળવાની અતિ ગંભીર બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓનો સંયમ તૂટ્યો હતો અને તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની આગેવાની હેઠળ હોસ્ટેલ પરિસરમાં જ જોરદાર સૂત્રોચ્ચાર સાથે ધરણાં શરૂ કરી દીધાં હતાં. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં સમાજ કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવા કવાયત હાથ ધરી હતી. હલકી ગુણવત્તાના શાકભાજી અને પાયાની સુવિધાઓનો સદંતર અભાવ ધરણાં પર બેઠેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સંચાલકો સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મેસના ખોરાકમાંથી અગાઉ પણ વારંવાર વાંદા અને ઇયળો જેવી જીવાતો નીકળી ચૂકી છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. રસોડામાં અત્યંત હલકી ગુણવત્તાવાળા, સડેલા અને બગડેલા શાકભાજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. વધુમાં આ વિરોધ માત્ર અખાદ્ય ભોજન પૂરતો સીમિત ન રહેતાં પરિસરમાં પીવાના શુદ્ધ પાણીની અછત, અત્યંત ગંદા વોશરૂમ અને સફાઈના સદંતર અભાવ જેવા ગંભીર મુદ્દાઓ પણ ઉજાગર થયા છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે અગાઉ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં નિંભર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રસોડાની ઉચ્ચ સ્તરીય તપાસ અને કાયમી ઉકેલની માંગ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, હવે તંત્ર દ્વારા કરવામાં આવતી માત્ર ઉપરછલ્લી કે કામચલાઉ તપાસથી કોઈ સમાધાન થશે નહીં. સમગ્ર મેસ પરિસર, રસોડું, પીવાના પાણીની ટાંકીઓ તેમજ સેનિટાઇઝેશન સહિતની તમામ બાબતોની સ્વતંત્ર કમિટી દ્વારા ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે. દૂર-સુદૂરના ગામડાઓ અને અન્ય જિલ્લાઓમાંથી કારકિર્દી બનાવવા આવેલા નિર્દોષ વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. મેસમાં ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું ચુસ્ત પાલન થાય, ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા નિયમિત સેમ્પલિંગ અને ઓડિટ કરવામાં આવે તથા હોસ્ટેલની તમામ સમસ્યાઓનો કાયમી ધોરણે નિકાલ આવે તેવી મક્કમ માંગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન વધુ તેજ બનાવવાની ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    ‘મિસ્ટર નટવરલાલ’ સ્ટાઇલમાં ઠગાઈ કરતો શાતિર ઝડપાયો:બેંક કર્મચારીનો સ્વાંગ રચી રિક્ષા-ટેમ્પો ચાલકોને બનાવતો નિશાન, 31 શહેરોમાં 82 છેતરપિંડીની કબૂલાત
    Next Article
    AMC 100 ચો.મી. મોટી સોસાયટીમાં ગ્રાન્ટ આપશે:હાટકેશ્વર સ્મશાનમાં સમય સાથે ખર્ચ વધ્યો, કન્સલ્ટન્ટ સામે કાર્યવાહી અંગે સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment