Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતાં પત્નીને દહેજ માટે ત્રાસ:પિયરમાંથી 15 લાખ રૂપિયા લાવવાનું દબાણ કરી છૂટાછેડાની ધમકી આપી, પતિ સહિત 5 સામે ફરિયાદ

    1 week ago

    વડોદરા શહેરની 25 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ, નણંદ, જેઠ અને જેઠાણી સામે દહેજની માંગણી, શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતાં પત્નીને વધુ હેરાન કરવામાં આવતી હતી અને 15 લાખ લાવવાનું દબાણ કરી વારંવાર છૂટાછેડાની ધમકી આપવામાં આવતી હતી. વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન એપ્રિલ-2024માં મુસ્લિમ રીત-રિવાજ મુજબ એક યુવક સાથે થયા હતા. લગ્ન સમયે પિયર પક્ષ તરફથી સોના-ચાંદીના દાગીના તેમજ ઘરવખરી આપવામાં આવી હતી. જોકે લગ્નના પ્રારંભિક સમયગાળા બાદ સાસરી પક્ષે નાની-નાની બાબતોમાં મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. સાસુ, નણંદ, જેઠ અને જેઠાણી પતિને ચઢામણી કરતા હતા. પતિ અને સાસરીયાઓએ લગ્નમાં આપવામાં આવેલી વસ્તુઓ હલકી ગુણવત્તાની હોવાનું કહીને અપમાનિત કરતા હતા અને પિયરમાંથી 15 લાખ રૂપિયા લાવવાનું દબાણ કર્યું હતું. પતિ વારંવાર વધુ પૈસાદાર પત્ની લાવવાની વાતો કરતો હતો. પરિણીતાએ જુલાઈ-2025માં આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જોકે ત્યારબાદ પણ પતિએ પત્નીને સાથે રાખવાનો ઇનકાર કરી છૂટાછેડા આપવા દબાણ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પરિણીતાએ તેનો વિરોધ કર્યો હતો, જેના કારણે પરિવારમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સાસરી પક્ષે અનેક વખત પરિણીતાને પહેરેલા કપડાં સાથે જ ઘરેથી કાઢી મૂકી હતી. એકવાર તો મારઝૂડ કરીને રાત્રિના સમયે ઘર બહાર કાઢી મૂકી હતી. એક પ્રસંગે પતિએ લાત મારતાં કમરના ભાગે ઈજા પહોંચી હતી. આ ઉપરાંત લગ્ન સમયે મળેલા દાગીના તથા વ્યક્તિગત દસ્તાવેજો પરત આપ્યા નથી. આખરે પતિ સાથે સમાધાન કરીને દામ્પત્ય જીવન ચાલુ રાખવાની ઇચ્છા હોવા છતાં સતત દહેજની માંગણી, ત્રાસ અને છૂટાછેડાની ધમકીઓથી કંટાળી પરિણીતાએ પતિ, સાસુ, નણંદ,જેઠ અને જેઠાણી સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશાલા-નારોલ રોડ પર મેટ્રો ડેપો નજીક 60થી વધુ ઝૂંપડાઓમાં આગ:ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના, ઘટનાસ્થળની આસપાસ 200 જેટલા ઝૂંપડાઓ
    Next Article
    ABVP એ કુલપતિ પર નકલી નોટો ઉડાવી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી વધારા સામે આંદોલન તેજ કરવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment