Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનકપુરીની ચાની હોટલમાંથી ₹1.20 લાખની ચોરી:ચોરી બાદ તસ્કરોએ હોટલમાં નાસ્તો-ઠંડુ પીણું માણ્યું; CCTV

    1 day ago

    જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલી એક ચાની હોટલમાંથી ₹1.20 લાખની રોકડ ચોરી થઈ છે. તસ્કરોએ હોટલમાંથી રોકડ ચોર્યા બાદ ત્યાં જ નાસ્તો અને ઠંડુ પીણું પીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગુરુ નાનક મંદિર પાસે આવેલી 'સુરેશ ચાની હોટલ'માં મોડી રાત્રે તસ્કરો ઘૂસ્યા હતા. દુકાન બંધ હોવાનો લાભ ઉઠાવી, તેઓએ હોટલના ગલ્લામાંથી આશરે ₹1,20,000ની રોકડ રકમ ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તસ્કરો ત્યાંથી તરત જ ફરાર થયા નહોતા. તેઓએ હોટલમાં જ રાખેલી ખાણી-પીણીની વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, તસ્કરોએ હોટલમાં નાસ્તો કર્યો હતો અને ફ્રિજમાં રાખેલું ઠંડુ પીણું પણ પીધું હતું, ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હોટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તસ્કરોની ઓળખ કરી શકાય. આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સાણંદ જવા રવાના:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે, 7600 કરોડનું રોકાણ, 5 હજાર લોકોને રોજગારી મળશે
    Next Article
    ઓછી હાઇટ હોવાથી ભરતી સિલેક્શન ન થયું:પોલીસમાં નોકરી અપાવવાના નામે ડિલિવરી બોય સાથે 2.20 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment