Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સાણંદ જવા રવાના:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે, 7600 કરોડનું રોકાણ, 5 હજાર લોકોને રોજગારી મળશે

    1 day ago

    આજે 4 જુલાઈ PM નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. લૉન્ચ થયા બાદ કંપની દેશ વિદેશમાં તેના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. તેમજ ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે. મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. તેઓ સાણંદ જવા નીકળ્યા છે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂ.7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. PM નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. આજે PM મોદી CG સેમિની OSAT સુવિધામાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહેશે. OSAT સુવિધાના શુભારંભ બાદ પીએમ એક સભાને સંબોધિત કરશે. વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ કરશે. CG સેમી ફેસિલિટી શું છે? આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. CG સેમી ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. બન્ને OSAT સુવિધા સાથે દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સ બનશે માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે. 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: મોદી PM મોદીએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0'ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગુરદાસપુર સાંસદે કોંગ્રેસ હાઈકમાન્ડ પર સવાલો ઉઠાવ્યા:સુખજિંદર સિંહે કહ્યું- જે થઈ રહ્યું છે તેના માટે દિલ્હીમાં બેઠેલા લોકો જવાબદાર, વફાદારોને અવગણે છે
    Next Article
    નાનકપુરીની ચાની હોટલમાંથી ₹1.20 લાખની ચોરી:ચોરી બાદ તસ્કરોએ હોટલમાં નાસ્તો-ઠંડુ પીણું માણ્યું; CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment