Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગુજરાતનું પહેલું પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ:ખેડૂતોને વચેટિયા વગર સીધો ₹120 ભાવ મળશે, પારડી સહિત 3 જગ્યાએ પણ કેન્દ્ર

    2 days ago

    વલસાડમાં ગુજરાતનું પહેલું 'પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર' શરૂ થયું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે અને વચેટિયા વગર સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે તે છે. પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં તેનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચી શકશે. તેનાથી વચેટિયાઓનો હિસ્સો ઘટશે અને ખેડૂતોને વધુ સારો ભાવ મળશે. ઉદાહરણ તરીકે, બજારમાં ₹70 પ્રતિ કિલો મળતા ભીંડાનો ભાવ અહીં ખેડૂતોને ₹120 પ્રતિ કિલો સુધી મળી શકે છે. કેન્દ્રનો લાભ લેવા માટે ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ અને 'આત્મા પ્રોજેક્ટ' સાથે જોડાયેલો હોવો ફરજિયાત છે. વલસાડ ઉપરાંત પારડી, ધરમપુર અને નાનાપોંઢામાં પણ આવા વેચાણ કેન્દ્રો કાર્યરત કરાયા છે. આનાથી ખેડૂતોને સીધું બજાર મળશે અને ગ્રાહકોને પ્રાકૃતિક ઉત્પાદનો એક જ સ્થળેથી મળશે.
    Click here to Read More
    Previous Article
    પૈસા માટે ATM,અનાજ માટે ATM અને હવે 'હેલ્થ માટે ATM'...!:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી 'હેલ્થ કિઓસ્ક'નો પ્રારંભ,રૂ.3000 ના લેબ ટેસ્ટ હવે તદ્દન મફત,માત્ર 20-22 મિનિટમાં 40 થી 60 ટેસ્ટના રિપોર્ટ સીધા WhatsApp પર
    Next Article
    પૂર્વ CMના 'મેલુ ઉપાડવા'ના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહિ માગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment