Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ CMના 'મેલુ ઉપાડવા'ના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહિ માગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચીમકી

    2 days ago

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવેલા એક વિવાદિત નિવેદનને લઈને બ્રહ્મસમાજ અને કર્મકાંડી સમાજમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓનું મેલું ઉપાડો તો મહિને રૂ.50,000 આપું તેવું બ્રાહ્મણ, વાણિયા અને પાટીદારો વિરુદ્ધનું નિવેદન આપતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજે વાઘેલા સામે વિરોધ નોંધાવી, જો ત્રણ દિવસમાં શંકરસિંહ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરી તેમના નિવાસ્થાને વસંત વગડો પર જઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 'વર્ગવિગ્રહ ફેલાવવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાઈ રહ્યો છે' બ્રહ્મસમાજના અગ્રણી હિરેન જોષીએ જણાવ્યું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદે રહી ચૂકેલી વ્યક્તિ આવું વિવાદિત નિવેદન આપે તે અત્યંત અયોગ્ય છે. આ પ્રકારના નિવેદનોથી વર્ગવિગ્રહ અને આંતરવિગ્રહ ફેલાવવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેખાઈ રહ્યો છે. તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાજકીય પક્ષો અને નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજમાં અંદરોઅંદર લડાવવાનું કામ કરી રહ્યા છે. પહેલાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવાતી હતી અને હવે સમાજ-સમાજ વચ્ચે આંતરવિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માફી ન માગે તો આંદોલનની ચીમકી તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો વર્ગ વિગ્રહ ફેલાવી રહ્યા છે. બ્રહ્મસમાજ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી 3 દિવસની અંદર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના આ નિવેદન બદલ જાહેરમાં માફી નહીં માગે તો સમાજ દ્વારા આગળની રણનીતિ ઘડીને વસંત વગડા સુધી વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પણ વાંચો.. ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ’, પાટીદાર-બ્રહ્મ-જૈન સમાજે કહ્યું-માફી માગો
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગુજરાતનું પહેલું પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ:ખેડૂતોને વચેટિયા વગર સીધો ₹120 ભાવ મળશે, પારડી સહિત 3 જગ્યાએ પણ કેન્દ્ર
    Next Article
    પારનેરા ગ્રામસભા 15 મિનિટમાં પૂરી થતા ગ્રામજનો નારાજ:જાણકારી ન આપવા અને 2023થી 2026 સુધીની માહિતી ન મળવા અંગે આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment