Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારનેરા ગ્રામસભા 15 મિનિટમાં પૂરી થતા ગ્રામજનો નારાજ:જાણકારી ન આપવા અને 2023થી 2026 સુધીની માહિતી ન મળવા અંગે આક્ષેપો

    2 days ago

    પારનેરા ગ્રામ પંચાયતની ગ્રામસભા પર ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે ગ્રામસભાની યોગ્ય જાણકારી અપાઈ ન હતી. પંચાયતના ગ્રુપમાં પણ બેઠકની માહિતી મૂકાઈ ન હતી. ડેપ્યુટી સરપંચ સહિતના હોદ્દેદારોને પણ આ અંગે જાણ ન હોવાનું કહેવાયું. ગ્રામજનોના કહેવા મુજબ, બેઠકમાં માત્ર સ્વચ્છતા અને બાળલગ્ન જેવા થોડા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આશરે 10થી 15 મિનિટમાં જ બેઠક પૂરી કરી દેવાઈ. આટલી ટૂંકી ગ્રામસભા કેમ રાખવામાં આવી તે અંગે સવાલો ઉભા થયા છે. ગ્રામજનોએ 2023થી 2026 સુધીની માહિતી અને ઠરાવ બુક જેવા દસ્તાવેજો RTI સહિત માંગ્યા હતા, પણ જવાબ મળ્યો નથી. તેઓ પૂછી રહ્યા છે કે જો ગ્રામસભામાં પ્રશ્નો સાંભળવાના હોય, તો ચર્ચા વિના બેઠક આટલી ઝડપથી કેમ પૂરી કરાઈ? સમયસર જાણ કેમ ન કરાઈ, તેની પણ સ્પષ્ટતા માંગી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ CMના 'મેલુ ઉપાડવા'ના નિવેદન સામે રોષ:શંકરસિંહ 3 દિવસમાં માફી નહિ માગે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે, વસંત વગડો જવાની ચીમકી
    Next Article
    વડોદરાના જેલ રોડ પર ટેન્કરે દંપતીને અડફેટે લીધું:પત્નીના પગ પરથી ફરી વળ્યું વ્હીલ, બંને ઇજાગ્રસ્ત, ટેન્કર ચાલકની પોલીસે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment