Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના જેલ રોડ પર ટેન્કરે દંપતીને અડફેટે લીધું:પત્નીના પગ પરથી ફરી વળ્યું વ્હીલ, બંને ઇજાગ્રસ્ત, ટેન્કર ચાલકની પોલીસે અટકાયત કરી

    2 days ago

    વડોદરા શહેરના જેલ રોડ પર આવેલ ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા દેવનગરમાં રહેતા માનાભાઈ બારીયા તેમની પત્ની ચંચળબેનને બાઇક પર બેસાડી સયાજી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. પતિ માનાભાઈની સયાજી હોસ્પિટલમાં લીવરની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન જેલ રોડ ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે પહોંચતા ટેન્કરે તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્મતમાં ચંચળબેન રસ્તા પર પટકાયા હતા અને ટેન્કરનું આગળનું વ્હીલ તેમના જમણા પગ પરથી ફરી વળ્યું હતું. જેના કારણે તેમના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. માનાભાઈને પણ ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. , સવારે 9 વાગ્યા બાદ આ વિસ્તારમાં ભારદારી વાહનો માટે ‘નો એન્ટ્રી’ હોવા છતાં ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પારનેરા ગ્રામસભા 15 મિનિટમાં પૂરી થતા ગ્રામજનો નારાજ:જાણકારી ન આપવા અને 2023થી 2026 સુધીની માહિતી ન મળવા અંગે આક્ષેપો
    Next Article
    Asian Games 2026 | એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો ગોલ્ડ! | INDvsPAK | India Wins Gold | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment