Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા માટે ATM,અનાજ માટે ATM અને હવે 'હેલ્થ માટે ATM'...!:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી 'હેલ્થ કિઓસ્ક'નો પ્રારંભ,રૂ.3000 ના લેબ ટેસ્ટ હવે તદ્દન મફત,માત્ર 20-22 મિનિટમાં 40 થી 60 ટેસ્ટના રિપોર્ટ સીધા WhatsApp પર

    1 day ago

    ભાવનગર-બોટાદના ગ્રામીણ નાગરિકોને ઘરઆંગણે જ મળશે અત્યાધુનિક આરોગ્ય સેવાઓ IOCL અને દેવ ફાઉન્ડેશનના સહયોગથી 21 CHC-PHC સેન્ટરોમાં મુકાશે AI સંચાલિત 'હેલ્થ કિઓસ્ક' (હેલ્થ ATM) ટેકનોલોજીના યુગમાં હવે આરોગ્ય સેવાઓ વધુ સરળ અને ઝડપી બની રહી છે. જેમ નાણાકીય વ્યવહારો માટે 'એટીએમ' અને કરચલિયાપરામાં 24x7 અનાજ આપતું 'ગ્રેન એટીએમ' કાર્યરત છે, બિલકુલ એ જ તર્જ પર હવે 'હેલ્થ એટીએમ'ની શરૂઆત કરવામાં આવી છે. આ આધુનિક સુવિધા દ્વારા છેવાડાના અને ગરીબ નાગરિકો સુધી પ્રાથમિક આરોગ્ય તપાસ અને તબીબી સેવાઓ પળવારમાં પહોંચાડી શકાશે., જેથી છેવાડાના વિસ્તાર સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારી શકાશે. ભાવનગર અને બોટાદ જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે નવું સોપાનનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ નિમુબેન બાંભણિયાના પ્રયાસો થી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ના CSR સપોર્ટ તેમજ 'દેવ ફાઉન્ડેશન'ના સહયોગથી વિસ્તારના 21 CHC અને PHC કેન્દ્રો ખાતે અત્યાધુનિક AI સંચાલિત ‘હેલ્થ કિઓસ્ક’ (હેલ્થ ATM) મશીનો મૂકવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્થ ATM ભાવનગર અને બોટાદ મત વિસ્તારમાં કુલ 10 જગ્યાએ મુકવામાં આવશે જેમાં ભાવનગર શહેરમાં 4 સ્થળોએ કરચલીયા પરા, આણંદનગર શિવાજી સર્કલ તથા કુંભારવાડા પીએચસી સેન્ટર ખાતે મૂકવામાં આવશે, જ્યારે જિલ્લા માં 4 સ્થળો ઓમાં કોળીયાક સીએચસી સેન્ટર, પીથલપુર પીએચસી સેન્ટર, સરતાનપર બંદર પીએસસી સેન્ટર તથા પાલીતાણા યુપીએચસી સેન્ટર ખાતે મૂકવામાં આવશે, જ્યારે બોટાદ જિલ્લામાં બોટાદ ડીએચ સેન્ટર ખાતે તથા ગઢડા સીએચસી સેન્ટર ખાતે મુકવામાં આવશે, મશીનની મુખ્ય વિશેષતાઓ અને લાભ સામાન્ય રીતે જે લેબ ટેસ્ટના રિપોર્ટ આવવામાં 24 કલાક જેટલો સમય લાગે છે, તે ટેસ્ટ આ મશીન દ્વારા માત્ર 20 થી 22 મિનિટની અંદર તૈયાર થઈ જશે., આ મશીન દ્વારા બ્લડ રિપોર્ટ, લિપિડ પ્રોફાઈલ, યુરિન એસિડ સહિતના 40 થી 60 જેટલા જુદા-જુદા મહત્વપૂર્ણ હેલ્થ ટેસ્ટ એકસાથે કરી શકાશે., બહારની ખાનગી લેબોરેટરીમાં જે રિપોર્ટ કરાવવાનો ખર્ચ રૂ.3000 થી વધુ થાય છે, તે તમામ ટેસ્ટ સામાન્ય અને ગરીબ જનતા માટે અહીં બિલકુલ ફ્રી થશે, દર્દીનો મોબાઈલ નંબર એન્ટર કરતાની સાથે જ રિપોર્ટ સીધો તેમના વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે., મશીન દ્વારા મેળવેલ રિપોર્ટનું AI વડે ત્વરિત એનાલિસિસ થશે અને જરૂર જણાયે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટર પાસેથી આગળની ટ્રીટમેન્ટનું માર્ગદર્શન પણ મેળવી શકાશે. આ અંગે દેવ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિલેશ પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મશીન IOCL ના CSR અને સાંસદ નિમુબેન બાંભણિયાના સહયોગથી મળેલ છે 21 જેટલા આરોગ્ય કેન્દ્રોમાં આ મશીનો મૂકાવાથી સામાન્ય જનતાને હજારો રૂપિયાના ટેસ્ટ વિનામૂલ્યે અને થોડી જ મિનિટોમાં ઉપલબ્ધ થશે. આ અંગે આઇઓસીએલના જનરલ મેનેજર ડૉ.શૈલેન્દ્રસિંહ જાડેજા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "જેમ પૈસા માટે ATM હોય છે, તેમ આ આરોગ્ય તપાસ માટેનું 'હેલ્થ ATM' છે. ગામડાં અને શહેરના લોકોને પોતાની તબિયત અંગે ત્વરિત પ્રાથમિક જાણકારી મળી રહે અને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા હેતુથી PHC સેન્ટરો પર આ સુવિધા ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'વિકસિત ભારત'ના વિઝન અંતર્ગત આ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ મશીન મૂકવામાં આવ્યા છે ભાવનગર શહેરના આનંદનગર, કરચલિયાપરા, કુંભારવાડા અને ઉત્તર સરદારનગર સહિતના સેન્ટરોમાં આ મશીન કાર્યરત કરાયા છે. જેમ કરચલિયાપરામાં 24x7 ચાલતું 'અનાજનું ATM' સેવા આપી રહ્યું છે, તેમ આ 'હેલ્થ ATM' છેવાડાના અને ગરીબ નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ ઝડપથી પહોંચાડશે. આ સુવિધા શરૂ થવાથી ભાવનગર અને બોટાદના પછાત તથા ગ્રામીણ વિસ્તારના દર્દીઓને લેબોરેટરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે અને ઘરઆંગણે જ ઝડપી તેમજ સચોટ નિદાન શક્ય બનશે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર ફરી એકઠા થયા AISA કાર્યકરો:CECના રાજીનામાની માગ, પોલીસે લોકોને રોક્યા; એક દિવસ પહેલા 1000થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા
    Next Article
    વલસાડમાં ગુજરાતનું પહેલું પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ:ખેડૂતોને વચેટિયા વગર સીધો ₹120 ભાવ મળશે, પારડી સહિત 3 જગ્યાએ પણ કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment