Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાટવાડ ગામના મકાનમાં આગ, રોકડ-દાગીના બળીને ખાખ:લોન લીધેલા ₹1.20 લાખ સહિત ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ

    19 hours ago

    હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં ગુરુવારે સવારે એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કાટવાડ ગામના રહેવાસી રાવળ બબાભાઈ સનાભાઈ, જેઓ ખેતમજૂરી અને નગરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેમના મકાનમાં આ આગ લાગી હતી. ગુરુવારે સવારે 9 વાગ્યે તેમનો પરિવાર ખેતમજૂરી કરવા ગયો હતો, તે સમયે અગમ્ય કારણોસર ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે રાવળ બબાભાઈએ બેંકમાંથી લોન લઈને મકાનના પ્લોટ માટે ગ્રામ પંચાયતમાં જમા કરાવવા માટે ઘરમાં રાખેલા ₹1.20 લાખ રોકડા, અન્ય રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં સ્થાનિક લોકો અને ત્યારબાદ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમયસર આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં રહેલો સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે
    Next Article
    મોરબીમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ:પ્રભારી મંત્રી છાંગાએ સુશાસન અને વિકાસલક્ષી યોજનાઓ પર માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment