Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ:પ્રભારી મંત્રી છાંગાએ સુશાસન અને વિકાસલક્ષી યોજનાઓ પર માર્ગદર્શન આપ્યું

    18 घंटे पहले

    મોરબી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ તથા સભ્યો માટે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, તેમની સત્તાઓ, જવાબદારીઓ અને વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવાનો હતો. મંત્રી છાંગાએ જણાવ્યું હતું કે તાલીમથી પ્રતિનિધિઓમાં વિકાસલક્ષી કાર્ય માટે દિશા, આત્મવિશ્વાસ અને સમસ્યાઓના નિરાકરણ માટે પ્રેરણા મળે છે. તેમણે પંચાયત અધિનિયમનો અભ્યાસ કરવા તેમજ દરેક વિકાસકાર્યમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી ચાલુ અને પૂર્ણ થયેલા કામોની માહિતી મેળવવા તેમજ ખેડૂતો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે સક્રિય કામગીરી કરવા અપીલ કરી હતી. પ્રભારી મંત્રીએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટીમ ભાવના સાથે મોરબી જિલ્લાના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે, તેમને લોકકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવવા પણ અનુરોધ કરાયો હતો. તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), 16મા નાણાપંચ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા, સુશાસન અને જનભાગીદારી જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયા, ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, અરવિંદ વાંસદડીયા, વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, અધિકારીઓ તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાટવાડ ગામના મકાનમાં આગ, રોકડ-દાગીના બળીને ખાખ:લોન લીધેલા ₹1.20 લાખ સહિત ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ
    Next Article
    ભરૂચ જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનોએ પદભાર સંભાળ્યો:વિવિધ સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment