Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે

    18 hours ago

    આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા અને સંભવિત અનિચ્છનીય બનાવોને રોકવા માટે લેવામાં આવ્યો છે.આ આદેશ મુજબ, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. અને તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૩ જુલાઈ, ૨૦૨૬ થી ૨૫ જુલાઈ, ૨૦૨૬ સુધી આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમનું તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર
    Next Article
    કાટવાડ ગામના મકાનમાં આગ, રોકડ-દાગીના બળીને ખાખ:લોન લીધેલા ₹1.20 લાખ સહિત ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment