Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ગંજબજારમાંથી નિવૃત્ત બેંક કર્મચારીની બાઇક ચોરાઈ:શાકભાજી ખરીદી પરત ફરતા બાઇક ગાયબ; ₹12 હજારની કિંમતના બાઇક ચોરી અંગે ઈ-એફઆઈઆર

    4 days ago

    મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ગંજબજાર સ્થિત શાકભાજી માર્કેટમાંથી નિવૃત્ત બેંક કર્મચારીનું મોટરસાઇકલ અજાણ્યો ચોર ચોરી ગયો હતો. પાર્કિંગમાં બાઇક મૂકી શાકભાજી ખરીદવા ગયેલા વૃદ્ધ પરત આવ્યા ત્યારે વાહન ગાયબ મળતાં સિટીઝન પોર્ટલ પર ઈ-એફઆઈઆર નોંધાવી હતી. આ અંગે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માર્કેટના પાર્કિંગમાંથી બાઇક ગાયબ પુષ્પાવટી સોસાયટીમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાંથી નિવૃત્ત થયેલા 73 વર્ષીય દશરથભાઈ પટેલ ગત 5 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 11 વાગ્યે પોતાનું મોટરસાઇકલ લઈને ગંજબજાર ખાતે શાકભાજી ખરીદવા ગયા હતા. બપોરે બાર વાગ્યા આસપાસ તેમણે માર્કેટના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. અડધો કલાક બાદ શાકભાજી ખરીદીને પરત આવ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યા પર બાઇક મળી આવ્યું નહોતું. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ આસપાસના વિસ્તારમાં સ્થાનિક શોધખોળ કરવા છતાં બાઇકનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. અંદાજે ₹12,000 ની કિંમતનું મોટરસાઇકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાનું માલૂમ પડતાં તેમણે આ અંગે સિટીઝન પોર્ટલ પર ઈ-એફઆઈઆર રજિસ્ટર કરાવી હતી. ત્યારબાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે:CM યોગીની જાહેરાત, નોઇડા એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું; અગ્નિવીરોને 20% અનામત, પરીક્ષા વિના જોઈનિંગ
    Next Article
    નિવૃત્ત IAS બી.જે. પટેલની SEAC-2ના ચેરમેન તરીકે નિમણૂક:વન અને પર્યાવરણ વિભાગે જાહેર કર્યો ઠરાવ;કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સૂચના આધારે લેવાયો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment