Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે:CM યોગીની જાહેરાત, નોઇડા એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું; અગ્નિવીરોને 20% અનામત, પરીક્ષા વિના જોઈનિંગ

    4 दिन पहले

    નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદીના નામથી ઓળખાશે. સીએમ યોગીએ શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું- હવે જેવર એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. યુપી કેબિનેટની બેઠકમાં આ સંબંધિત પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી પહેલી રેપિડ રેલનું નામ પણ નમો ટ્રેન રાખવામાં આવ્યું છે અને સિલવાસા સ્થિત મેડિકલ કોલેજનું નામ પણ નમો મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ 28 માર્ચ 2026ના રોજ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3300 એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે. અહીંથી દર વર્ષે લગભગ 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે. તેના પર 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું- અગ્નિવીરોને પોલીસ, પરિવહન અને વન વિભાગમાં 20% અનામત મળશે. ઉંમરમાં 3 વર્ષની છૂટ મળશે. લેખિત અને શારીરિક પરીક્ષા વિના સીધો જોઈનિંગ લેટર મળશે. શુક્રવારે સવારે 11 વાગ્યે સીએમ યોગીની અધ્યક્ષતામાં યુપી કેબિનેટની બેઠક યોજાઈ. ત્યારબાદ યોગીએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી. 3 વર્ષમાં આ પ્રથમ તક હતી, જ્યારે મંત્રિપરિષદની બેઠક બાદ સીએમ મીડિયા સામે આવ્યા. તેમણે કહ્યું- પીએમ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું- પીએમ મોદી અને યુપીનો સંબંધ આત્મીય છે, જે સતત ગાઢ બન્યો છે. તેમણે યુપીના વિકાસને પ્રાથમિકતા આપી. તેના પરિણામે રાજ્ય ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પીએમએ રાષ્ટ્રનિર્માણને પોતાનું ધ્યેય બનાવ્યું અને ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી. CM યોગીએ કહ્યું કે છેલ્લાં 9 વર્ષમાં UPના અર્થતંત્રમાં મોટો ઉછાળો આવ્યો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. દેવામાફી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપરાંત શેરડીના ખેડૂતોને 14 દિવસની અંદર ચૂકવણીનો લાભ આપવામાં આવ્યો છે. કાશી સાથે ઊંડો થયો વડાપ્રધાનનો સંબંધ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનો સંબંધ ખૂબ જ આત્મીય છે. વર્ષ 2014માં કાશી આવ્યા ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે તેમને મા ગંગાએ બોલાવ્યા છે. કાશી અને મા ગંગાથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ સમય સાથે સતત ગાઢ બનતો ગયો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ સંબંધ આજે રાજ્યના સર્વાંગી કાયાકલ્પનો આધાર બન્યો છે. કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત સંકલ્પ તથા 'ટીમ ઇન્ડિયા'ની ભાવના સાથે ઉત્તર પ્રદેશ અભૂતપૂર્વ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. 2017 પછી બદલાઈ શાસનની કાર્યસંસ્કૃતિ મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશ વહીવટી અસ્થિરતા, સામાન્ય જનતામાં અસુરક્ષાની ભાવના અને પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યું હતું. વડાપ્રધાનની દૂરદર્શિતામાંથી પ્રેરણા લઈને રાજ્યએ શાસનની નવી કાર્યસંસ્કૃતિ અપનાવી છે. જેના પરિણામે સુશાસન, મજબૂત કાયદો અને વ્યવસ્થા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉત્તર પ્રદેશની ઓળખ બનીને ઉભર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય તથા સંયુક્ત પ્રયાસોથી રાજ્ય વિકાસના નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળ-નંદીગ્રામમાં ભાજપ ઉમેદવાર 1 લાખ+ મતથી આગળ:CM શુભેન્દુ અહીંથી 9 હજાર મતથી જીત્યા હતા; તમિલનાડુમાં TVK, આસામમાં BJPને લીડ
    Next Article
    મહેસાણામાં ગંજબજારમાંથી નિવૃત્ત બેંક કર્મચારીની બાઇક ચોરાઈ:શાકભાજી ખરીદી પરત ફરતા બાઇક ગાયબ; ₹12 હજારની કિંમતના બાઇક ચોરી અંગે ઈ-એફઆઈઆર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment