Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત IAS બી.જે. પટેલની SEAC-2ના ચેરમેન તરીકે નિમણૂક:વન અને પર્યાવરણ વિભાગે જાહેર કર્યો ઠરાવ;કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સૂચના આધારે લેવાયો નિર્ણય

    4 days ago

    ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી-2 (SEAC-2)ના ચેરમેન તરીકે નિવૃત્ત IAS અધિકારી બી.જે. પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગે આ અંગે સત્તાવાર ઠરાવ જાહેર કરીને તેમને સમિતિના અધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કેન્દ્ર સરકારની સૂચના આધારે નિર્ણય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 9 ઓક્ટોબર, 2026ના રોજ મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 6 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલી સૂચનાના આધારે આ નિર્ણય લેવાયો છે. આ સૂચના અંતર્ગત ગુજરાત રાજ્ય માટે SEAC-2 ની રચનામાં બી.જે. પટેલને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. સભ્યો સમકક્ષ રહેશે કાર્યકાળ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બી.જે. પટેલનો ચેરમેન તરીકેનો કાર્યકાળ સમિતિના અન્ય સભ્યોના કાર્યકાળ સાથે જોડાયેલો રહેશે. સમિતિના કાર્ય તેમજ નિયમો અને શરતો ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયની 2 મે, 2025ની સૂચના અને ગુજરાત સરકારના 6 મે, 2025ના ઠરાવ મુજબ રહેશે. સંબંધિત વિભાગોને કરાઈ જાણ વન અને પર્યાવરણ વિભાગના ઇન્ચાર્જ નાયબ સચિવ પ્રકાશ સોલંકીની સહીથી આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઠરાવની નકલ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના સચિવાલય સહિત સંબંધિત વિભાગો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ SEIAA, SEAC અને SEAC-2ના સભ્યોને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ગંજબજારમાંથી નિવૃત્ત બેંક કર્મચારીની બાઇક ચોરાઈ:શાકભાજી ખરીદી પરત ફરતા બાઇક ગાયબ; ₹12 હજારની કિંમતના બાઇક ચોરી અંગે ઈ-એફઆઈઆર
    Next Article
    ટંકારામાં માતાના ઠપકાથી સગીરાનો કૂવામાં કૂદી આપઘાત:નાહવા પાણી ન મળતા લાગી આવતા વાડીના કૂવામાં ઝંપલાવ્યું, પોલીસ તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment