Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં માતાના ઠપકાથી સગીરાનો કૂવામાં કૂદી આપઘાત:નાહવા પાણી ન મળતા લાગી આવતા વાડીના કૂવામાં ઝંપલાવ્યું, પોલીસ તપાસ

    4 दिन पहले

    ટંકારાના જબલપુર ગામે એક સગીરાએ કૂવામાં કૂદી આપઘાત કરી લીધો છે. નાહવા માટે પાણી ન મળતા માતાએ ઠપકો આપ્યો હતો, જેથી સગીરાને મનોમન લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ જબલપુર ગામની સીમમાં મજૂરી કરતા અર્જુનભાઈ મનસુખભાઈ નાયકની 13 વર્ષની દીકરી પાર્વતીએ આત્મહત્યા કરી છે. પાર્વતીએ તેની માતા મીનાબેનને નાહવા માટે પાણી ભરી આપવા કહ્યું હતું. માતા મીનાબેને પાણી ભરી આપવાની ના પાડી અને પોતાનું કામ જાતે કરી લેવા ઠપકો આપ્યો હતો. આ વાતથી દુઃખી થઈને પાર્વતીએ વાડીમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. બાળકીના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતાના મઢેથી પરત આવતી રીક્ષાને અજાણ્યા ટ્રકે હડફેટ લેતા 4 લોકોને ઇજા મોરબીના રફાળેશ્વર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાના મંદિર પાસે આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં રીક્ષાને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી. જે બનાવમા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતેથી પરત આવી રહેલા મૂળજીભાઇ બટુકભાઈ સરાવલીયા (38), મીનાબેન મૂળજીભાઈ સરાવલિયા (35), રાહુલ મૂળજીભાઈ સરાવલીયા (18) અને સુનિતાબેન સુરેશભાઈ વસાવા (20) ચારેય રહે.ડોવેલ સિરામિક લેબર ક્વાર્ટર માટેલ રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી ચારેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત IAS બી.જે. પટેલની SEAC-2ના ચેરમેન તરીકે નિમણૂક:વન અને પર્યાવરણ વિભાગે જાહેર કર્યો ઠરાવ;કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સૂચના આધારે લેવાયો નિર્ણય
    Next Article
    જામનગરમાં 8 વર્ષની ભાણકીની હત્યા કરનાર મામાને ફાંસી:પોક્સો કોર્ટે કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણી આજીવન કેદ અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment