Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ લોક અદાલતમાં ₹11.90 કરોડના સેટલમેન્ટ એવોર્ડ:38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો

    10 hours ago

    પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરાયા હતા. તેમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 'ન્યાય સર્વના માટે'ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તેની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં આ અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, વાહન અકસ્માત, મજૂર તકરાર, લગ્નજીવન તકરાર કે પરિવાર સંબંધિત કેસો, બેંકના દાવાઓ, જમીન વળતર અને અન્ય દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાનને લાયક કેસોનો સમાવેશ કરાયો હતો. પ્રિ-લિટીગેશન કેસોનો પણ સુખદ નિકાલ થાય તે હેતુથી તેમને લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની લોક અદાલતમાં કુલ 33,024 પ્રિ-લિટીગેશન કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 7,181 કેસોનો નિકાલ થયો અને ₹98,64,559નું સેટલમેન્ટ થયું. રેગ્યુલર લોક અદાલતમાં 1,659 કેસોમાંથી 634 કેસોમાં સુખદ સમાધાન થયું, જેમાં ₹10,91,97,339ના એવોર્ડ અપાયા. આ ઉપરાંત, 3,497 ક્રિમિનલ કેસો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3,186 કેસોનો નિકાલ થયો. આમ, પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ માહિતી પાટણ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ આપી હતી. આ લોક અદાલતોની પાટણ જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોએ મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો:બેડલામાં 6 માસથી મેડિકલની ડિગ્રી વિના દવાખાનું ચલાવતો હતો, પોલીસે ગ્રાહક બની કરેલી ટ્રેપમાં ફસાયો
    Next Article
    મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા:SOGએ રામદૂતનગરમાં દરોડા પાડી કાર્યવાહી કરી, બંને પશ્ચિમ બંગાળના ઊંટવૈધ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment