Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફુડ વિભાગ-રેન્જ ટીમે પાડયા‘તા દરોડા, રિપોર્ટમાં ખુલાસો‎:કાલાવડના શંકાસ્પદ દૂધના 6 નમૂના બિનગુણવત્તાયુકત, કાનૂની પગલાં

    19 hours ago

    ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં રાજકોટ રેન્જ ટીમ અને જામનગર ફૂડ વિભાગની સંયુકત ટીમે કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન અલગ-અલગ 6 વ્યક્તિઓ પાસેથી દૂધના શંકાસ્પદ 6 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી ચકાસણીમાં તમામ સેમ્પલમાં દૂધનો પાવડર, ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવી હતી. જેના કારણે તમામ નમૂનાઓને "સબ સ્ટાન્ડર્ડ" જાહેર કરવામાં આવ્યા છે અને જવાબદાર 6 લોકો સામે એફ.એસ.એસ.એ. (FSSA) 2006 હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે.જયારે ફુડ વિભાગની ટીમ દ્વારા ગત 14મી સપ્ટેથી વિવિધ છાત્રાલયો અને હોસ્ટેલના રસોડાઓની તપાસ માટે વિશેષ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 12 છાત્રાલયોનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન જરૂરી સ્વચ્છતા અને કાયદાકીય માપદંડોના સુધારા સ્થળ પર જ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાયદા મુજબનું ફૂડ લાયસન્સ કે રજીસ્ટ્રેશન ન ધરાવતા 07 સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ છાત્રાલય, પી.જી. કે કેન્ટીનના રસોડા સંચાલકોએ તુરંત લાયસન્સ કે રજીસ્ટ્રેશન મેળવીને નિયમ મુજબની સ્વચ્છતા ફરજિયાત જાળવવાની રહેશે. સબ-સ્ટાન્ડર્ડ દૂધ અને‎ખાદ્ય સુરક્ષાના નિયમો‎
    Click here to Read More
    Previous Article
    પરંપરા:છોટી કાશીમાં ગણેશ વિસર્જનનો 9મો દિવસ વધુ 228 મૂતિઓનું ભાવિકોએ કર્યુ વિસર્જન
    Next Article
    પાણીનો બગાડ અટકાવવા સાથે સ્વચ્છતા મુદ્દે સહયોગનો મનપા તંત્રનો અનુરોધ‎:શહેરમાં ઓપન ગાર્બેજ કલેકશન પોઈન્ટ બંધ કરવા અભિયાન, 230 કચરા પેટી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment