Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સ્વિમિંગ પુલ પ્રવેશ પ્રક્રિયા:10 વર્ષના બાળકો થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશન બેચ, નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2જી એપ્રિલથી

    5 days ago

    પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉનાળુ સીઝન માટે સ્વિમિંગ પુલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 વર્ષના બાળકોથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 20 એપ્રિલ, 2026 થી ખાસ બેચનું આયોજન કરાયું છે. નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:00 થી 2:00 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. ભરેલા ફોર્મ 7 એપ્રિલ, 2026 થી 9 એપ્રિલ, 2026 દરમિયાન સવારે 11:00 થી 1:00 અને બપોરે 3:00 થી 4:00 કલાક સુધી જમા કરાવી શકાશે. ફોર્મ ફી 50 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યાને કારણે 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ અપાશે, જેમાં એક વ્યક્તિને વધુમાં વધુ બે ફોર્મ મળશે. વિદ્યાર્થીઓ માટેની ખાસ બેચ 20 એપ્રિલ, 2026 થી 19 મે, 2026 સુધી ચાલશે. આ બેચમાં 10 વર્ષના બાળકો અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. બેચનો સમય સવારે 8:00 થી 9:00 અને 9:00 થી 10:00 કલાકનો રહેશે. પ્રવેશ ફોર્મ સાથે શાળાનું ઓળખપત્ર (આઈ-કાર્ડ) અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે. વહીવટી સરળતા માટે ફોર્મ લેવા અને જમા કરાવવા માટે ભાઈઓ અને બહેનો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનના ખેડૂતો માટે SPU માં કૃષિ તાલીમ સંપન્ન:ચિત્તોડગઢના 30 ખેડૂતોને આધુનિક તકનીકોનું માર્ગદર્શન મળ્યું
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડોક્ટરનો યુવકના ગળા પર હથોડાથી હુમલો, ખજોડ ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment