Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામેથી પરત ફરતા અકસ્માત:ભાદ્રોડ પાસે બાઇક ખૂંટિયા સાથે અથડાતાં યુવકનું મોત, મિત્રને ઇજા

    1 day ago

    મહુવા નજીક ભાદ્રોડ ગામ પાસે રોડ પર અચાનક ખૂટિયો આવી જતાં બાઇકચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક ખૂટિયા સાથે અથડાતાં ચાલક અને પાછળ બેઠેલો મિત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બાઇકચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેના મિત્રને સામાન્ય ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકનું વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડતી વખતે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મિત્રએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘોઘા તાલુકાના તણસા ગામના વતની અને હાલ સાણોદર ગામના પાટિયા પાસે રહેતા રાકેશભાઈ વાઘેલાને નારી ચોકડી પાસે રહેતા તેમના મિત્ર રાકેશભાઈ શરદભાઈ ગોહિલે ફોન કરીને ઉના નજીકના કાંધી ગામે પરિવારને મૂકવા જવાનું હોવાથી સાથે આવવા જણાવ્યું હતું. ત્યારબાદ બંને બાઇક પર કાંધી ગામે પહોંચ્યા હતા. ત્યાં જમ્યા બાદ રાત્રે પરત ભાવનગર આવવા નીકળ્યા હતા. દરમિયાન ભાદ્રોડ ગામે મીરાપરી ખોડિયાર મંદિર પાસે પહોંચતાં બાઇક ખૂટિયા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંને રોડ પર પટકાતાં રાકેશ વાઘેલાને કપાળ, માથાના પાછળના ભાગ સહિત શરીરે ઇજાઓ થઈ હતી. જ્યારે બાઇકચાલક રાકેશ શરદભાઇ ગોહિલને છાતીથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ખાનગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મિત્ર રાકેશ વાઘેલાને ઇજા થતાં ભાવનગર સર ટી. માં ખસેડાયા હતા. જ્યાં બાઇકચાલક સામે પુરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જવાની ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સનો આરોપ- ઈરાને સુપરમાર્કેટના ફ્રિજ-ફ્રીઝર હેક કર્યા:પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી; 700 સુપરમાર્કેટ પર હુમલો થયો હતો
    Next Article
    આગની દુર્ઘટનામાં પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી:ધારાશિવમાં આગની દુર્ઘટનામાં એક જ પરિવારના 6 જણનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment