Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર હાઈવે લૂંટનો ભેદ ઉકેલાયો, એક ઝડપાયો:રાજસ્થાન પોલીસ બની લૂંટ કરનાર પાસેથી ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    5 days ago

    બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટ કરનાર એક આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસે લૂંટમાં ગયેલા ₹1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટના ગત 11 જૂન, 2026ના રોજ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરકાવાડા ગામ નજીક ભારત પેટ્રોલિયમ પંપ સામે બની હતી. અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી રોકાવી, રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મારઝૂડ કરી હતી. તેઓએ ગાડીમાંથી ₹50,000 રોકડા અને ₹1,30,000ની કિંમતનો આઈફોન 17 પ્રો મેક્સ મોબાઈલ ફોન મળી કુલ ₹1,80,000ની લૂંટ કરી હતી. આ અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 310(2) અને 204 મુજબ ગુનો નોંધાયો હતો. બનાસકાંઠા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું હતું. LCBની ટીમોએ પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર છાપીથી પાલનપુર સુધીના આશરે 150થી વધુ સી.સી.ટી.વી. કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી એકત્રિત કરી. તપાસ દરમિયાન આ ગુનામાં રાજસ્થાનના બાડમેરના ચોક્કસ માણસોની સંડોવણી જણાઈ આવી. PSI આર.બી. જાડેજાની ટીમે શેરપુરા ગામના પાટિયા પાસેથી દેવારામ નાથુરામ સાગરારામ મેઘવાલ (રહે. આગોર, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરી. પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઈનોવા કાર અને લૂંટમાં ગયેલો આઈફોન-17 પ્રો મેક્સ મોબાઈલ ફોન (કિંમત ₹1,30,000) સહિત કુલ ₹11,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ધનસિંહ રાજપૂત (રહે. ગંગાસરા, તા. ચૌહટન, રાજસ્થાન) છે. તેની સાથે તખતસિંહ રાજપૂત, જગમાલસિંહ, સ્વરૂપસિંહ, ફતેસિંહ અને વીરસિંહ રાજપૂત પણ આ ગુનામાં સામેલ હતા. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કલેક્ટર કચેરીએ શિક્ષકોના ધરણા:2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ, પ્રમોશનના હક્કો જાળવવા રજૂઆત
    Next Article
    આવાસોના ગેરકાયદે કબજા અંગે સભા ગાજશે:રાજકોટ મનપામાં 25 જૂનનાં પ્રથમ જનરલબોર્ડ મળશે, ભાજપનાં 15 કોર્પોરેટરનાં 33 પ્રશ્નો, કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નહીં !, સેક્રેટરીપદે રૂપારેલિયાની નિયુક્તિનો ઠરાવ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment