Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કલેક્ટર કચેરીએ શિક્ષકોના ધરણા:2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ, પ્રમોશનના હક્કો જાળવવા રજૂઆત

    5 days ago

    મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ (TET) પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ પોતાની માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી. સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન પર રાજ્યના 22 જિલ્લાઓમાં એકસાથે આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોની મુખ્ય રજૂઆત છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક સમયે ટેટ પરીક્ષાની કોઈ જોગવાઈ અમલમાં નહોતી. ત્યારબાદ RTE-2009 કાયદાના અમલ પછી ટેટ ફરજિયાત બનાવવામાં આવી હતી. તેમ છતાં, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જૂના શિક્ષકોને પણ ટેટ પાસ કરવાની શરત લાગુ પાડવામાં આવી રહી છે. શિક્ષકોનો આક્ષેપ છે કે ટેટ પાસ કર્યા વગર પ્રમોશન નહીં આપવાનો નિર્ણય અન્યાયી છે. આથી, વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે અને તેમના પ્રમોશનના હક્કો યથાવત રાખવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આ ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમાથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત 1.80 લાખની ચોરી, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી
    Next Article
    પાલનપુર હાઈવે લૂંટનો ભેદ ઉકેલાયો, એક ઝડપાયો:રાજસ્થાન પોલીસ બની લૂંટ કરનાર પાસેથી ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment