Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકાનું ₹1132.38 કરોડનું બજેટ મંજૂર:મારવેલસ મોરબી 2.0 થીમ પર શહેરના વિકાસ, ટ્રાફિક સુધારણા અને નવી સુવિધાઓ પર ભાર

    1 week ago

    મોરબી મહાપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹1132.38 કરોડનું બજેટ શુક્રવારે મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનર અને તેમની ટીમે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને જીવનની ગુણવત્તા સુધારવાના લક્ષ્ય સાથે આ બજેટ તૈયાર કર્યું છે. કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હોલમાં વહીવટદારની હાજરીમાં કમિશનર દ્વારા બજેટ રજૂ કરાયું હતું. કમિશનર સ્વપ્નિલ ખરેએ મહાપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સમક્ષ આ બજેટ રજૂ કર્યું હતું. ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટ મહાપાલિકાના અગાઉના બજેટ કરતાં પણ મોટું છે. અગાઉ, વર્ષ 2025-26 માટે મોરબી મહાપાલિકાનું કુલ બજેટ ₹783.02 કરોડ હતું. આ વર્ષના બજેટ માટે, લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. કુલ 149 સૂચનો મળ્યા હતા, જેમાંથી 64 સૂચનોનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટ માટે "મારવેલસ મોરબી 2.0" થીમ રાખવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીને આધુનિક, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિક-મૈત્રી શહેર તરીકે વિકસાવવાનો છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આઉટગ્રોથ કનેક્ટિવિટી માટે ₹55 કરોડના ખર્ચે 6 નવા રસ્તા બનાવવામાં આવશે. આમાં લીલાપર રોડ, રવાપર રોડ, દલવાડી સર્કલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ અને નવલખી રોડને જોડતા કેનાલ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત "વોકેબલ મોરબી" અંતર્ગત રોડ બ્યુટીફીકેશન માટે 20 કરોડ, 24 સર્કલના નવીનીકરણ માટે 8.51 કરોડ, 9 મુખ્ય રસ્તાઓના બ્યુટીફીકેશન માટે 15 કરોડ, વાઇટ ટોપિંગ રોડ માટે 32.57 કરોડ, નવા રસ્તા અને રીસફેસિંગ માટે 70 કરોડ, નહેરૂ ગેટથી દરબારગઢ હેરીટેજ વોક-વે માટે 15 કરોડ, મણીમંદિર 3D ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે 3.19 કરોડ, વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન માટે 49.51 કરોડ, બે નવા STPના નિર્માણ માટે 78 કરોડ, ડ્રેનેજ લાઇનના વિકાસ માટે 21.97 કરોડ, માર્કેટ રીડેવલપમેન્ટ માટે 35 કરોડ, 6 તળાવના બ્યુટીફીકેશન માટે 72 કરોડ, પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઑક્સિજન પાર્ક માટે 8 કરોડ, શહેરના ઐતિહાસિક સ્થળોએ ડાયનેમિક લાઈટિંગ માટે 5 કરોડ, મોડર્ન લાઈબ્રેરી માટે 30 કરોડ, કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે 10.27 કરોડ અને એનિમલ હોસ્ટેલ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનો બેઠક યોજાઈ.:કોંગ્રેસ તાલુકા પ્રમુખે કર્યું "આમ આદમી પાર્ટીનો પરપોટો ફૂટી ગયો": વિસાવદરમાં કોંગ્રેસે ચૂંટણીના રણશિંગા ફૂંક્યુ, જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવાનો આશાવાદ.
    Next Article
    એક દિવસના વરસાદે વોર્ડ-12ની દશા બગાડી:ડ્રોન કેમેરાથી ઉત્તર સરદારનગર વોર્ડની કોંગ્રેસે તંત્રની પોલ ખોલી, ડ્રેનેજ ખોરવાતા ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment