Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનો બેઠક યોજાઈ.:કોંગ્રેસ તાલુકા પ્રમુખે કર્યું "આમ આદમી પાર્ટીનો પરપોટો ફૂટી ગયો": વિસાવદરમાં કોંગ્રેસે ચૂંટણીના રણશિંગા ફૂંક્યુ, જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવાનો આશાવાદ.

    6 days ago

    ​જૂનાગઢ જિલ્લાના વિસાવદર મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ નિરીક્ષક શહેનાઝબેન બાબી, વિસાવદર-ભેસાણના ચૂંટણી પ્રભારી સત્યમભાઈ મકાણી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ હાજરી આપી આગામી ચૂંટણી પૂરી તાકાતથી લડવાનો નિર્ધાર કર્યો હતો. ​વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયાએ બેઠકના ઉદ્દેશ્ય અને પક્ષની રણનીતિ અંગે જણાવ્યું હતું કે આજ રોજ વિસાવદર મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની એક બેઠક બોલાવવામાં આવેલી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તરીકે આ વિસ્તારના એવા પ્રદેશ અગ્રણી શહેનાઝબેન બાબી તેમજ વિસાવદર અને ભેસાણ તાલુકાના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રભારી સત્યમભાઈ મકાણી તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ પટેલની હાજરીમાં આ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવેલી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે બેઠકમાં બહોળી સંખ્યામાં તમામ કોંગ્રેસના આગેવાનો અને ગામડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી પૂરી તાકાતથી લડવા માટેની એક નેમ વ્યક્ત કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આવનારી ચૂંટણીમાં અમે સંપૂર્ણપણે બહુમતીથી આ તાલુકાની અંદર જીતવાના છીએ. જિલ્લા પંચાયતની ત્રણે ત્રણ સીટ અને તાલુકા પંચાયતની 18 એ 18 સીટ આ વખતે કોંગ્રેસ જીતવાની છે. ​આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કરસનભાઈએ જણાવ્યું કે જે આમ આદમી પાર્ટીનો હાઉ ઊભો થયો હતો, જે પરપોટો ઊભો થયો હતો એ અત્યારે ફૂટી ગયો છે. કારણ કે એક વર્ષ થયું છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા એક પણ ગામમાં એક પણ તગારું ધૂળ નખાણી નથી. પોતાની ગ્રાન્ટ સિવાયનું એક પણ કામ ક્યાંય થયું નથી. એટલે લોકો જે એની ઉપર આશા અને અપેક્ષા રાખતા હતા, તેમાં આ લોકો ઉણા ઉતર્યા છે અને લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે કે 'આ અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે'. ​કરસનભાઈ વાડોદરિયાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે એક વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીથી તો લોકો આમેય ત્રાસ્યા છે અને એના ત્રાસને કારણે જ અગાઉ આ આમ આદમી પાર્ટીનો વિજય થયા છે.. પરંતુ આ વખતે એ આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળવાના છે. કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતશે એવો સૌ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ​આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને છેવાડાના ગામડાઓ સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ આગેવાનોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે વર્તમાન રાજકીય સ્થિતિમાં જનતા ફરી એકવાર કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોમેન્ટેટર શિવરામકૃષ્ણને રંગભેદના આરોપો લગાવ્યા, BCCI પેનલ છોડી:કહ્યું- માખણ લગાવી શકતો નથી; વોર્નની સ્પિનનો સામનો કરવા માટે સચિનને પ્રેક્ટિસ કરાવી હતી
    Next Article
    મોરબી મહાપાલિકાનું ₹1132.38 કરોડનું બજેટ મંજૂર:મારવેલસ મોરબી 2.0 થીમ પર શહેરના વિકાસ, ટ્રાફિક સુધારણા અને નવી સુવિધાઓ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment