Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘વરસાદમાં હું બાળકો-વૃદ્ધોને લઈ કયાં છુપાવવા જઇશ?’:‘12 દિવસ થયા કોઈ દરકાર લેવા આવ્યુ નથી’; નાસીરનગરમાં માનવતાને શર્મસાર કરતી તસવીરો

    1 week ago

    વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે સુરતના કતારગામ-વેડરોડ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાંથી માનવતાને શર્મસાર કરતી તસવીરો સામે આવી રહી છે. કોઈ અકળ કારણોસર રાતોરાત કરાયેલા 'ભૂતિયા' ડિમોલિશનના 12 દિવસ બાદ પણ વહીવટી તંત્ર આ ગરીબોની વહારે આવ્યું નથી. 40 વર્ષથી જ્યાં આખું આયખું વિતાવ્યું, તે આશિયાના પળવારમાં કટોકટીની જેમ તોડી પડાતા સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા છે. માથે ચોમાસાના કાળાડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે પ્લાસ્ટિકના તાડપત્રીના ટુકડા નીચે આખેઆખા પરિવારો લાચારીના આંસુ સારી રહ્યા છે. તૂટેલી દીવાલો વચ્ચે વિખરાયેલું બાળપણ નાસીરનગરના આ કાટમાળમાં અત્યારે સૌથી દયનીય સ્થિતિ માસૂમ બાળકોની થઈ છે. શાળાઓ અને મદ્રેસાઓનું નવું સત્ર શરૂ થઈ ગયું છે, અન્ય બાળકો નવા કપડાં અને દફતર સાથે શાળાએ જઈ રહ્યા છે, જ્યારે નાસીરનગરના બાળકો તૂટેલા ઘરના પથ્થરો વચ્ચે પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે. બપોરની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે આ નાનાં-નાનાં બાળકો ખુલ્લામાં બેસી રહેવા મજબૂર બન્યાં છે. ચોપડા ક્યાંક કાટમાળમાં દબાઈ ગયા છે તો ક્યાંક ખોવાઈ ગયા છે. આ બાળકોના ચહેરા પરનો ભય અને લાચારી કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખો ભીની કરી દે તેવી છે. 13 લોકોનો પરિવાર અને માથે ચોમાસાનો ભય કાટમાળ પર જ પોતાનો આખો સંસાર માંડીને બેસેલા સ્થાનિક રહીશ શહેનાઝબેનની આંખોમાંથી આંસુ સુકાવાનું નામ નથી લઈ રહ્યા. તેમણે ધ્રુજતા અવાજે પોતાની આપવીતી ઠાલવતા જણાવ્યું કે, પતિનું અવસાન થઈ ગયું છે અને મારો 13 લોકોનો મોટો પરિવાર છે. તમે જ જુઓ, આ નાના બાળકોને લઈને અમે કઈ રીતે આ કાટમાળમાં દિવસો કાપી રહ્યા છીએ? 12 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ અમારી દરકાર લેવા આવ્યું નથી. હવે તો ચોમાસું બેસી ગયું છે, ગમે ત્યારે વરસાદ તૂટી પડશે. આ ધોધમાર વરસાદમાં હું મારાં બાળકો અને વૃદ્ધોને લઈને ક્યાં છુપાવા જઈશ? ‘કોઈ સગા વ્હાલા ખવડાવે તો પેટ ભરાય, નહીંતર ભૂખ્યા સૂઈ જઇએ’ અહીં વસતા તમામ લોકો રોજનું કમાઈને રોજ ખાનારા અત્યંત ગરીબ શ્રમિકો છે. ડિમોલિશનના કારણે તેમની રોજગારી તો છીનવાઈ જ ગઈ છે, પણ સાથે જ રાંધવાના વાસણો અને અનાજ પણ ધૂળમાં મળી ગયું છે. શહેનાઝબેને કહ્યું કે, અમારી પાસે હવે ખાવાના પણ ફાંફા છે. ઘરમાં એક દાણોય બચ્યો નથી. કોઈ દયાળુ સગા-સંબંધી કે આજુબાજુવાળા ખાવાનું લાવીને આપે તો આ માસૂમ બાળકોનું પેટ ભરાય છે, નહીંતર અમારે આખો દિવસ ભૂખ્યા પેટે કાટમાળ પર જ બેસી રહેવું પડે છે. ક્યાં સુધી કોઈ વ્હાલું ખવડાવશે? અમને ભીખ નથી જોઈતી, અમને ન્યાય જોઈએ છે. ‘તંત્ર જૂઠું બોલે છે, કોઈ જ નોટિસ નથી મળી’ તંત્ર દ્વારા નોટિસ આપીને કાર્યવાહી કરાઈ હોવાના દાવાઓ પર સ્થાનિકોએ ભારે આક્રોશ ઠાલવ્યો છે. પીડિતોનું કહેવું છે કે, જો અમને અગાઉથી નોટિસ મળી હોત તો અમે અમારા સામાનની અને બાળકોની રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો કરત! શું આખી પબ્લિક એકસાથે જૂઠું બોલશે? નોટિસ વગર જ અચાનક જેસીબીના પંજા ફેરવી દેવાયા. વગર વાંકે ગરીબોને કચડી નાખવાનું આ ષડયંત્ર છે. ‘અમારું ઘર ક્યારે મળશે?’ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયાએ આ ડિમોલિશનનો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચાડ્યો છે. ગૃહ વિભાગે આ 'ભૂતિયા ડિમોલિશન' પાછળના દોષિત અધિકારીઓ સામે ગુપ્ત રાહે તપાસ તો શરૂ કરી દીધી છે, પરંતુ પીડિતોનો સવાલ એ છે કે તપાસ ભલે ચાલતી રહે, પણ આ ચોમાસાની ઋતુમાં અમારા માથે છત ક્યારે આવશે? પીડિત પરિવારોની હવે એક જ જીદ અને માગ છે કે જ્યાં સુધી તંત્ર અમને 'ઘરના બદલામાં ઘર' નહીં આપે, ત્યાં સુધી અમે આ કાટમાળ છોડીને ક્યાંય જવાના નથી.
    Click here to Read More
    Previous Article
    માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:વહેલી સવારે 3:39 વાગ્યે બિલ્ડીંગમાંથી નીચે પડ્યો, અમદાવાદના બોપલમાં 8 જૂને મોત થયું હતું
    Next Article
    ચા પીવા નીકળેલા યુવકનું હિટ એન્ડ રનમાં મોત:કલોલમાં અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી; માથા પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment