Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચા પીવા નીકળેલા યુવકનું હિટ એન્ડ રનમાં મોત:કલોલમાં અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી; માથા પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

    1 week ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ-સઇજ હાઇવે સર્વિસ રોડ પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કલોલના પિરામિડ હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં રોડ પર પટકાયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાન પરથી અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કલોલ તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા અજ્ઞાત વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો, સહકર્મચારીનું એક્ટિવા લઈને નીકળ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના ત્રિકમનગર, રતીશ સોસાયટીની સામે આવેલા સલાટ વાસ ખાતે રહેતા લાલજીભાઈ ગમનભાઈ સલાટ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 21 વર્ષીય અપરિણીત દીકરો જયેશ સલાટ કલોલથી સઇજ રોડ પર આવેલા જીઓ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. ગઈકાલે 10 જૂનના રોજ બપોરના આશરે 01:30 વાગ્યાની આસપાસ જયેશ પોતાના ઘરેથી નોકરી પર જવા નીકળ્યો હતો. નોકરી પર પહોંચ્યા બાદ તે પેટ્રોલ પંપ પર જ કામ કરતા અન્ય એક કર્મચારીનું એક્ટિવા લઈને હાઈવે પર ચા લેવા માટે બહાર નીકળ્યો હતો. પરત ફરતી વખતે કાળ આંબી ગયો, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર ચા લઈને પરત ફરી રહેલા જયેશને પિરામિડ હોટેલ સામેના સર્વિસ રોડ પર જ કાળ આંબી ગયો હતો. પાછળથી ધસમસતા આવેલા એક અજાણ્યા વાહને તેના એક્ટિવાને અડફેટે લેતાં જયેશ હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે જયેશ નીચે પડતાં જ તે વાહનનું વજનદાર ટાયર તેના શરીર અને માથાના ભાગેથી ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી વાહનચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી ઝડપભેર ભાગી છૂટ્યો હતો. અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલના બિછાને દીકરાનો લોહીલુહાણ મૃતદેહ જોઈ માતા-પિતા ભાંગી પડ્યા આ ગમખ્વાર અકસ્માત અંગે જાણ થતાં જ જયેશના પિતા લાલજીભાઈ સહિતના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આજુબાજુ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ગંભીર રીતે ઘવાયેલા જયેશને હાઇવે ટોલટેક્સની ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવાર જ્યારે દોડતો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાં સિવિલના બિછાને જુવાનજોધ દીકરાનો લોહીલુહાણ મૃતદેહ જોઈને માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં તેમના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જયેશને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ હિટ એન્ડ રનની ઘટના અંગે મૃતકના પિતા લાલજીભાઈ સલાટે કલોલ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘વરસાદમાં હું બાળકો-વૃદ્ધોને લઈ કયાં છુપાવવા જઇશ?’:‘12 દિવસ થયા કોઈ દરકાર લેવા આવ્યુ નથી’; નાસીરનગરમાં માનવતાને શર્મસાર કરતી તસવીરો
    Next Article
    નર્મદા કેનાલમાં કચરા સાથે પાણી છોડાયું:સુરેન્દ્રનગરમાં રોગચાળાનો ભય, ઉપવાસ આંદોલન યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment