Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા કેનાલમાં કચરા સાથે પાણી છોડાયું:સુરેન્દ્રનગરમાં રોગચાળાનો ભય, ઉપવાસ આંદોલન યથાવત

    1 week ago

    સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં યોગ્ય સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતા રોગચાળાનો ભય ફેલાયો છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને ZFTI ટીમના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ પ્રવિણસિંહ ઝાલા છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે ઉપવાસના ચોથા દિવસે પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા વિરોધ યથાવત રહ્યો છે. એડવોકેટ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું કે, કેનાલમાં મોટા પ્રમાણમાં કચરો જમા થયો હતો. તેને યોગ્ય રીતે સાફ કર્યા વિના જ ગઈકાલ રાત્રે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. હાલ પણ કેનાલની અંદર કચરો મોજૂદ છે અને તેની ઉપર પાણી ફરી વળ્યું છે. આંદોલનકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે સુરેન્દ્રનગરની જનતા આ કેનાલના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. કચરાવાળું અને દૂષિત પાણી સપ્લાય થવાને કારણે શહેરમાં કોલેરા, તાવ અને ઝાડા-ઉલટી જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાં સામે તંત્ર સાવ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવ્યા વિના જ ઓફિસે બેઠા આદેશો આપી રહ્યા છે અને માત્ર જેસીબી મશીન મૂકીને દેખાડો પૂરતી કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કેનાલની સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે સફાઈ કરવામાં નહીં આવે અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચા પીવા નીકળેલા યુવકનું હિટ એન્ડ રનમાં મોત:કલોલમાં અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી; માથા પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત
    Next Article
    Amid Peddi Row, Actor Madhoo Says 'Phool Aur Kaante Wasn't Trolled For Eve-Teasing'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment