Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુબડકમાં ₹11.22 કરોડના 66 KV સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કર્યું ભૂમિપૂજન, વીજ સુવિધા સુધરશે

    9 hours ago

    કચ્છ જિલ્લાના ચુબડક ગામે ₹11.22 કરોડના ખર્ચે 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વીજ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાનો છે. આ સબ સ્ટેશન ચુબડક સહિત આસપાસના ચાર ગામોના રહેવાસીઓ, ખેડૂતો અને ઔદ્યોગિક એકમોને ગુણવત્તાસભર અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડશે. કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય દરેક નાગરિક સુધી પૂરતી અને વિશ્વસનીય વીજળી પહોંચાડવાનો છે. તેમણે ઉમેર્યું કે આ દિશામાં રાજ્યભરમાં નવા સબ સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે અને વીજ વ્યવસ્થાને આધુનિક બનાવવાની કામગીરી સતત ચાલુ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે નવા સબ સ્ટેશનથી વીજ દબાણમાં સુધારો થશે. ફીડરોની લંબાઈ ઘટવાથી ટેક્નિકલ લોસ ઓછો થશે અને ખેતી તેમજ ઘરેલુ ગ્રાહકોને વિક્ષેપરહિત વીજ સેવા મળશે. આ પ્રોજેક્ટથી આશરે 1,100 ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠાનો સીધો લાભ મળશે. ભવિષ્યમાં નવા વીજ જોડાણો આપવાનું પણ સરળ બનશે. તેમણે કિસાન સૂર્યોદય યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવા અને ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવા સતત પ્રયાસશીલ છે. આ પ્રસંગે મંત્રીએ કચ્છ જિલ્લામાં માર્ગ, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને વીજ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોની માહિતી આપી હતી. તેમણે વિકાસયાત્રામાં જનસહભાગિતાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત અંજાર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પી.આર. પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જે.સી. ગોસ્વામીએ આભારવિધિ કરી હતી. આ સમારોહમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ, સરપંચો, જનપ્રતિનિધિઓ, આગેવાનો અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સબ સ્ટેશનથી સમગ્ર વિસ્તારના વીજ માળખાને મજબૂત આધાર મળશે અને વિકાસને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વામિત્રીમાં નવા નીરની આવક:આજવા સરોવરની જળસપાટી 208 ફૂટે, વિશ્વામિત્રીમાં એક જ દિવસમાં સાત ફૂટનો ઉછાળોટ; તંત્ર એલર્ટ!
    Next Article
    ભાસ્કર રિપોર્ટરે બોટમાં બેસી બોપલ-ઘુમાની સ્થિતિ જાણી:બે દિવસ બાદ પણ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી, વ્યથા જણાવતા રહીશો રડી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment