Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વામિત્રીમાં નવા નીરની આવક:આજવા સરોવરની જળસપાટી 208 ફૂટે, વિશ્વામિત્રીમાં એક જ દિવસમાં સાત ફૂટનો ઉછાળોટ; તંત્ર એલર્ટ!

    8 hours ago

    વડોદરા શહેરમાં 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે જનજીવન ખોરવાયું છે. તો ઉપરવાસમાં વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધીમી ધારે ચાલુ રહેલા વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું છે. આજવા સરોવરની સપાટી 208.60 ફૂટ સત્તાવાર રીતે મળેલા આંકડા મુજબ, શનિવાર (25 જુલાઈ) બપોરે 2 વાગ્યે આજવા સરોવરની સપાટી 208.60 ફૂટે પહોંચી હતી.બીજી તરફ, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ભારે ઉછાળો આવ્યો છે. કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 12.60 ફૂટે પહોંચી ગયું છે. નદીની સપાટીમાં માત્ર 24 કલાકમાં સાડા સાત ફૂટથી વધુનો વધારો નોંધાતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. જો કે વરસાદનું જોર ઘટતા નદીમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં 24 કલાક દરમિયાન ધીમી ધારે આશરે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. વર્તમાન ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ 296 મિમી જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ વડોદરા શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જળ સપાટી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજના સરોવરમાં પાણીની આવક થતા શહેરમાં પાણીની સમસ્યાનો હલ આવ્યો છે તો બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીરની આવક થતા લોકો આનંદિત થઈ ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન:દીપકે કહ્યું- ‘સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ’; થોડી વારમાં સરકાર સાથે બેઠક
    Next Article
    ચુબડકમાં ₹11.22 કરોડના 66 KV સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કર્યું ભૂમિપૂજન, વીજ સુવિધા સુધરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment