Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં ₹11.15 લાખની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા:ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

    16 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે અંગ્રેજીમાં પાવર ઓફ એટર્ની બનાવી હતી. તેમણે ફરિયાદીની ખોટી સહીઓ કરી, ₹11,15,000 ચૂકવ્યા હોવાના ખોટા વાઉચરો બનાવ્યા અને આ દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમ (ઉંમર 59, ધંધો: ખેતી, રહે. કુંભારપરા, ધ્રાંગધ્રા) દ્વારા 16 માર્ચ, 2026ના રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2)(3), 338, 340(2), 316(2), 318(4), 61(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એમ.યુ. મસી અને તપાસ અધિકારી એ.એમ. ચુડાસમાની ટીમે આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેક કરીને તેમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) સંજયભાઈ ઉર્ફે બીલ્લો મનાભાઈ સરૈયા (ઉં.વ. 33, ભરવાડ), (2) ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર (ઉં.વ. 34, ભરવાડ), અને (3) સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા (ઉં.વ. 31, ભરવાડ)નો સમાવેશ થાય છે, જે તમામ ધ્રાંગધ્રાના રહેવાસી છે. આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.એમ. ચુડાસમા સાથે પો.હેડ કોન્સ. ધીરુભા એન. પરમાર, પો.હેડ કોન્સ. મૂળરાજસિંહ સોલંકી, પો.કોન્સ. સંજયભાઈ મુંધવા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. સર્ફરાજભાઈ મલેક, પો.કોન્સ. પ્રતિપાલસિંહ ઝાલા, પો.કોન્સ. રણજીતસિંહ ઘનશ્યામસિંહ અને વુ.પો.કોન્સ. હિનાબેન દેવજીભાઈ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના ચાવજમાં ગેસ લીકેજ મોકડ્રિલ યોજાઈ:તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી આપત્તિ સંજોગોમાં ઝડપી પ્રતિસાદ આપવાની તૈયારીનું પ્રદર્શન કર્યું
    Next Article
    સુરત ગુરુકુલમાં ગુડી પડવાની અનોખી ઉજવણી:સુરત ગુરુકુલમાં વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ નિરોગી રહેવાના સંકલ્પ સાથે કર્યું અમૃતપાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment