Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ચાવજમાં ગેસ લીકેજ મોકડ્રિલ યોજાઈ:તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી આપત્તિ સંજોગોમાં ઝડપી પ્રતિસાદ આપવાની તૈયારીનું પ્રદર્શન કર્યું

    6 days ago

    ભરૂચના ચાવજ ખાતે ગેઈલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગેસ લીકેજની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ આવી ઘટનાઓ સમયે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવાની તૈયારી ચકાસવાનો હતો. તાજેતરમાં, કંપનીની પાઈપલાઈન પાસે કામગીરી દરમિયાન જેસીબી મશીનનું બકેટ પાઈપલાઈનને અથડાતા ગેસ લીકેજની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં સ્થળ પર કામ કરી રહેલા ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. મોકડ્રિલ દરમિયાન, ગેસ લીકેજની કાલ્પનિક પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્તારને તાત્કાલિક કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી તબીબી સારવાર માટે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મોકડ્રિલમાં જીએનએફસી, ડીપીએમસી અંકલેશ્વર, ડીઈએફએસ દહેજ, ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ, ગેઈલ ઇન્ડિયા ગંધાર અને NDRFની વડોદરા ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી આપત્તિ સંજોગોમાં ઝડપી પ્રતિસાદ આપવાની પોતાની તૈયારીનું પ્રદર્શન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની મોકડ્રિલનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવો, માનવજીવન અને સંપત્તિનું નુકસાન ઓછું કરવું તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં અસરકારક રીતે પહોંચી વળવા માટે સજ્જ રહેવું છે. આવી કામગીરી દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં સુધારો લાવી ભવિષ્યમાં બનતી ઘટનાઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, ગેઈલ ઇન્ડિયા સહિત સહયોગ કરનાર વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, ચાવજ ગામના સરપંચ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-પાટણ નગરપાલિકાનો આદેશ:4 દિવસમાં હાઉસ ટેક્સ ભરો, નહીંતર નળ-ગટર કનેક્શન કપાશે
    Next Article
    ધ્રાંગધ્રામાં ₹11.15 લાખની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા:ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment