Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લાની પાલિકાઓમાં 4 નવા ઈજનેરો મળ્યાં:પાટણ પાલિકામાં હવે બે મહિલા ઈજનેર ફરજ બજાવશે, રાધનપુર-સિદ્ધપુરમાં પણ નિમણૂક

    2 days ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી ભરતી પ્રક્રિયાના અંતે પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ - પાટણ, સિદ્ધપુર અને રાધનપુર માટે કુલ ચાર નવા મ્યુનિસિપલ ઈજનેર (વર્ગ-૩) ની નિમણૂક કરવામાં આવી છે. કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા ઈજનેરોના આગમનથી શહેરોના વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયાઓને નવી ગતિ મળશે. પાટણ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઈજનેરની બે મંજૂર જગ્યાઓ પૈકી એક જગ્યા ખાલી હતી. આ ખાલી જગ્યા પર જાનવી નરોત્તમદાસ ઠક્કરની નવા મ્યુનિસિપલ ઈજનેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાટણ પાલિકામાં હાલ ફરજ બજાવતા મ્યુનિસિપલ ઈજનેર નરેન્દ્રભાઈ પ્રજાપતિની અગાઉ બદલી થઈ ચૂકી છે. જોકે, નવા ઈજનેર હાજર ન થાય ત્યાં સુધી તેમને છૂટા કરવામાં આવ્યા ન હતા અને તેઓ ફરજ પર ચાલુ રહ્યા હતા. હવે જાનવી ઠક્કરની નિમણૂક થતાં પાટણ નગરપાલિકામાં મ્યુનિસિપલ ઈજનેરની બંને જગ્યાઓ ભરાઈ ગઈ છે. સિદ્ધપુર નગરપાલિકામાં પણ બે નવા મ્યુનિસિપલ ઈજનેરોની નિમણૂક કરવામાં આવી છે. આમાં સોનાલી કાંતિલાલ પરમાર અને કિંજલબેન નિલેશકુમાર પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકામાં એક મ્યુનિસિપલ ઈજનેર તરીકે વૈભવ અશોકકુમાર પરમારની વરણી થઈ છે. જિલ્લાની આ ત્રણેય નગરપાલિકાઓમાં નવા ઈજનેરોના આગમનથી સ્થાનિક સ્તરે રસ્તા, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના કામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 1.14 કરોડથી વધુ લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે:5 વર્ષમાં લાભાર્થી પરિવારો સતત વધ્યા, ‘વિકાસ’ના દાવા વચ્ચે સરકારી અનાજના આંકડા ચોંકાવનારા
    Next Article
    શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ:સાહિત્યથી ઇનોવેશન સુધી, 34 પાનાના ‘પાયાના ગણિત’એ શિક્ષકોને શ્રેષ્ઠ બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment