Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાના ચોરબાગાન દુર્ગા પંડાલમાં નાસભાગ, 17નાં મોત:45 ઘાયલ; વરસાદથી બચવા માટે ભીડ એકઠી થઈ હતી; 91 વર્ષથી યોજાઈ રહ્યો છે પંડાલ

    2 days ago

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચોરબાગાનના દુર્ગા પંડાલમાં શનિવારે સાંજે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 3 પુરુષો, 13 મહિલાઓ અને એક 7 વર્ષનું બાળક સામેલ છે. કોલકાતા મેડિકલ કોલેજના સૂત્રોએ 20 લોકોનાં મોતનો દાવો કર્યો છે. દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થયા છે. કોલકાતા પોલીસ અનુસાર શનિવારે સાંજે લગભગ 7:40 વાગ્યે વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા માટે ઘણા લોકો પંડાલની અંદર રોકાયા હતા. તે દરમિયાન નવા દર્શકોની અંદર જવાની કોશિશ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. દુર્ઘટના બાદ પંડાલની લાઇટો બંધ કરી દેવામાં આવી છે અને પ્રવેશ રોકી દેવામાં આવ્યો છે. બંગાળ સરકારે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 શરૂ કર્યો છે. ઘટના બાદ ઘણા દુર્ગા પૂજા પંડાલો બંધ કરી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Late Thoi Singh Strike Helps Inter Kashi Snatch Point Vs Odisha FC
    Next Article
    'સેવા, સુરક્ષા અને શાંતિ'નું સૂત્ર સાર્થક કર્યું:વરતેજ પોલીસે ગુમ થયેલ માનસિક અસ્વસ્થ યુવતીને 4 કલાકમાં શોધી પરિવાર સાથે મિલાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment