Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલમાં ગુડી પડવાની અનોખી ઉજવણી:સુરત ગુરુકુલમાં વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ નિરોગી રહેવાના સંકલ્પ સાથે કર્યું અમૃતપાન

    15 hours ago

    સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુડી પડવાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ પ્રભુને ગુણોમાં મીઠા પરંતુ સ્વાદમાં કડવા એવા લીમડાના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેતવૈકુઠ સ્વામી અને ભક્તિતનય સ્વામી સહિતના સંતોએ વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરી સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. લીમડો: ધરતી પરનું સાક્ષાત્ કલ્પવૃક્ષ આ પ્રસંગે પ્રભુ સ્વામીએ લીમડાના આયુર્વેદિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "જો રોગી આ રસ પીવે તો તે નિરોગી બને છે અને નિરોગી વ્યક્તિ પીવે તો તે ક્યારેય રોગી પડતી નથી." આયુર્વેદમાં લીમડાને ધરતી પરનું કલ્પવૃક્ષ માનવામાં આવે છે. ચૈત્ર માસના પ્રારંભે ઋષિમુનિઓએ લીમડાના રસ અથવા તેના કુણા પાનનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. જો સતત 30 દિવસ સુધી આ રસનું સેવન કરવામાં આવે, તો ઉનાળાની આકરી ગરમીની કોઈ વ્યાધિ સતાવતી નથી અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ઔષધિય ગુણોનો ખજાનો લીમડો માત્ર પીવા માટે જ નહીં, પણ અનેક રીતે ઉપયોગી છે: ત્વચાના રોગો: લીમડાના પાન ઉકાળેલા પાણીથી સ્નાન કરવાથી ચામડીના દર્દો દૂર થાય છે. તેના બીજનું તેલ કૃમિનાશક છે. શુદ્ધિકરણ: ઘરમાં ઓરી-અછબડા જેવા રોગો વખતે બારણે લીમડાની ડાળી બાંધવામાં આવે છે અને મચ્છરો ભગાડવા તેનો ધૂમ્ર પણ કરાય છે. રસ બનાવવાની પદ્ધતિ: પાનને ગરમ પાણીથી ધોઈ, ગ્રાઈન્ડરથી રસ બનાવી તેમાં મરી, સિંધવ મીઠું અને જરૂર મુજબ ગોળ ઉમેરીને પીવાથી તે વધુ ગુણકારી બને છે. નૂતન વર્ષનો હર્ષોલ્લાસ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં ગુડી પડવાને નવા વર્ષના પ્રારંભ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વડીલો દ્વારા નિરોગી રહેવાના આશીર્વાદ આપવામાં આવે છે. સુરત ગુરુકુલમાં સંતો, હરિભક્તો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું હસતા મુખે પાન કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિથી મહેકી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં ₹11.15 લાખની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા:ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ
    Next Article
    Chaitra Navratri 2026: Vegetables You Can Eat While Fasting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment