Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવડા ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:સુઝુકી વાહનમાંથી ₹11.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પકડાયો

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગરમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત, જિલ્લામાંથી પસાર થતા હાઈવે રોડ પર ચોરી-છૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સાવડા ગામના બોર્ડ પાસે આવેલી હોટલ મેપલ ઇન સામેથી આ વાહનને રોકવામાં આવ્યું હતું. વાહનની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 1992 બોટલો (કિંમત ₹5,16,000) અને 408 બિયર ટીન (કિંમત ₹89,760) મળી આવ્યા હતા. કુલ ₹6,05,760નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, ₹5,00,000ની કિંમતનું સુઝુકી કેરી લોડિંગ વાહન (રજી.નં. GJ.05.CU.7616) અને ₹5,000નો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹11,10,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વાહનચાલક વિષ્ણુભાઈ નરસંગભાઈ ઠાકોર (રહે. દાદકા, તા. સમી, જિ. પાટણ)ની ધરપકડ કરી હતી. આ કેસમાં અમૃતભાઈ ઠાકોર (રહે. થરાદ), વાહનના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા, એ.એસ.આઈ. અસલમખામ મલેક, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.હેડ કોન્સ. યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા પોલીસે ગૌવંશ ભરેલી પીકઅપ ઝડપી:એક ગાયનું મોત, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
    Next Article
    CSMCRI ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:સુરક્ષા અને સ્વાસ્થ્ય પર અપાયો ભાર, POSH અને CPR અંગે અપાયું વિશેષ માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment