Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CSMCRI ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:સુરક્ષા અને સ્વાસ્થ્ય પર અપાયો ભાર, POSH અને CPR અંગે અપાયું વિશેષ માર્ગદર્શન

    16 hours ago

    ભાવનગર સ્થિત સીએસઆઈઆર–સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR–CSMCRI) ખાતે બુધવાર, 11 માર્ચ 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરતા સંસ્થાના નિર્દેશક ડૉ. અરૂપ ઘોષે જણાવ્યું હતું કે, વિજ્ઞાનના ઉત્કર્ષમાં મહિલાઓનું યોગદાન પાયાનું છે. તેમણે દરેક મહિલાને સન્માનજનક અને સમાવેશક કાર્યસ્થળ મળી રહે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ મહિલાઓની કાર્યસ્થળ પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડૉ. સુબર્ણા માઈતી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે ‘POSH Act’ (મહિલાઓના યૌન ઉત્પીડન નિવારણ અધિનિયમ) ના વિવિધ પ્રાવધાનો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. આ સત્રનો હેતુ મહિલાઓને તેમના કાયદાકીય અધિકારોથી અવગત કરાવી સુરક્ષિત કાર્ય પર્યાવરણ પૂરું પાડવાનો હતો. જીવનરક્ષક CPR અને સાંસ્કૃતિક સંગમ આરોગ્ય અને કટોકટીના સમયે સાવચેતીના ભાગરૂપે ડૉ. સેજલ ચૌહાણ દ્વારા કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) અંગે પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે જીવન બચાવી શકાય તેની પદ્ધતિઓ ઉપસ્થિત સૌએ શીખી હતી. કાર્યક્રમના અંતે Acsir વિજ્ઞાન ક્લબના વિદ્યાર્થીઓએ શાનદાર સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી, જેમાં વિજ્ઞાન અને સમાજમાં નારીના સંઘર્ષ અને તેની સફળતાની ગાથાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાવડા ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:સુઝુકી વાહનમાંથી ₹11.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પકડાયો
    Next Article
    જંબુસરમાં 18 ગ્રામ પંચાયતોને ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર:પાણી સમિતિની મહિલા સભ્યો માટે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment