Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંબુસરમાં 18 ગ્રામ પંચાયતોને ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર:પાણી સમિતિની મહિલા સભ્યો માટે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

    15 hours ago

    જંબુસર ખાતે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિની મહિલા સભ્યો માટે જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં "પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી" વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકાની 18 ગ્રામ પંચાયતોને "પાણી વેરા પ્રોત્સાહન યોજના" હેઠળ કુલ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-2026 માટે આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મહિલા સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વાસ્મો (WASMO)ના ડેપ્યુટી મેનેજર હેમેન્દ્રભાઈએ મહેમાનોનું સ્વાગત કરીને કરી હતી. તેમણે કાર્યક્રમના ઉદ્દેશ્ય અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, વાસ્મો, ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ આર. સિંધાએ મહિલા સશક્તિકરણ અને પાણી સમિતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું. અતાપી સેવા ફાઉન્ડેશન, જંબુસરના પ્રોગ્રામ મેનેજર શબનમ કુરેશી અને પ્રોજેક્ટ હેડ રાહુલભાઈએ મહિલાઓને સરકારની વિવિધ સ્વરોજગારી યોજનાઓ અને સ્વસહાય જૂથોની કામગીરી વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, નારી અદાલતના કો-ઓર્ડિનેટર કાશ્મીરાબેને મહિલાઓના અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી બહેનોને જાગૃત કર્યા હતા. પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે મહિલાઓની મહત્વપૂર્ણ જવાબદારીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જંબુસર તાલુકા વિકાસ અધિકારી નિરજન પ્રજાપતિ અને વાસ્મોના યુનિટ મેનેજર એચ.બી. કટુડીયાએ મહિલાઓને સશક્ત બની પાણી વ્યવસ્થાપન અને ગામના વિકાસમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CSMCRI ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:સુરક્ષા અને સ્વાસ્થ્ય પર અપાયો ભાર, POSH અને CPR અંગે અપાયું વિશેષ માર્ગદર્શન
    Next Article
    'હોસ્ટેલ પાસે મિસાઈલો પડી, ખબર નથી બચીશ કે નહીં':તેહરાનમાં ચારે તરફ દારૂગોળો, મિડલ ઈસ્ટમાં ફસાયેલા 90 લાખ ભારતીયોને બચાવવા પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment