Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા પોલીસે ગૌવંશ ભરેલી પીકઅપ ઝડપી:એક ગાયનું મોત, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

    20 hours ago

    મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુઓ સામે કાર્યવાહી કરતા લુણાવાડા પોલીસે ગૌવંશ ભરેલી એક પીકઅપ ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન પીકઅપમાંથી મળી આવેલી ચાર ગાયો પૈકી એકનું મોત થયું હતું. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને આઈ/સી પોલીસ અધિક્ષક વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ. વળવીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. એએસઆઈ વિજયસિંહને બાતમી મળી હતી કે, GJ-35 T-3306 નંબરની મહેન્દ્રા પીકઅપ ગાડીમાં ગાયો ભરીને સોનેલા તરફથી લુણાવાડા તરફ લાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે મધુવન સોસાયટી સામે મોડાસા–લુણાવાડા હાઇવે પર આવેલા અદાણી પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. વહેલી સવારના અંધારામાં બાતમીવાળી પીકઅપ ગાડી પુરઝડપે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાહન ચાલકે ગાડી ભગાડવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીછો કરતા લુણાવાડાની મોડાસા ફળી નજીક ગલીમાં પીકઅપ ગાડી મૂકી પાંચ ઇસમો ભાગી છૂટ્યા હતા. પોલીસે પીકઅપ ગાડીની તપાસ કરતા પાછળના ભાગમાં ચાર ગાયોને ક્રૂરતાપૂર્વક નાના દોરડાથી બાંધી રાખવામાં આવી હતી. તેમાંની એક ગાયનું મોત થયું હોવાનું પણ જણાયું હતું. ગાયોની ઉંમર આશરે 5 થી 8 વર્ષ હતી. પોલીસે ચાર ગાયોની અંદાજિત કિંમત રૂ. 40,000, પીકઅપ ગાડીની કિંમત રૂ. 1,50,000 અને ડ્રાઇવરની સીટ પરથી મળેલા વીવો કંપનીના મોબાઇલ ફોનની કિંમત રૂ. 5,500 ગણી કુલ રૂ. 1,95,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, પશુઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11, તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તથા સુધારા અધિનિયમ 2017ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી દારૂ ઝડપ્યો:96 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹96,000 જપ્ત કરાઈ
    Next Article
    સાવડા ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:સુઝુકી વાહનમાંથી ₹11.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment