Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી દારૂ ઝડપ્યો:96 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹96,000 જપ્ત કરાઈ

    23 hours ago

    પોરબંદર જિલ્લાના બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બાવળવાવ ગામના સિંહજરનેસ કેનાલ કાંઠે દરોડો પાડી આરોપી બાવન કાનાભાઈ કટારા (ઉ.વ. ૨૭, રહે. બાવળવાવ સિંહજરનેસ, પોરબંદર) ને જાહેરમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ ૯૬ સીલપેક બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૯૬,૦૦૦ આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો આરોપી પરબત ઉર્ફે રાણા જીવણ મોરી (રહે. ધ્રામણીનેસ રાણપર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમી દ્વારકા) દ્વારા વેચાણ માટે આપવામાં આવ્યો હતો. આ રીતે બંને આરોપીઓએ ગેરકાયદેસર દારૂના વેપારમાં એકબીજાને મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) અને ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં મિશન શક્તિ ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક:મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન યોજનાઓની સમીક્ષા કરાઈ
    Next Article
    લુણાવાડા પોલીસે ગૌવંશ ભરેલી પીકઅપ ઝડપી:એક ગાયનું મોત, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment