Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં મિશન શક્તિ ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક:મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન યોજનાઓની સમીક્ષા કરાઈ

    1 day ago

    તાપી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને 'મિશન શક્તિ' યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડે વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો-બેટી પઢાવો એક્ટિવિટી કેલેન્ડર અને તેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાર્યોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, સહાય, વર્તમાન કામગીરી અને ભાવિ આયોજન અંગેનો વિસ્તૃત અહેવાલ બોરડ સમક્ષ રજૂ કર્યો હતો. તેમની કામગીરીને બિરદાવીને, આર. આર. બોરડે સતત અને સક્રિયપણે કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને કેટલાક રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરો:શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો
    Next Article
    બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી દારૂ ઝડપ્યો:96 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹96,000 જપ્ત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment