Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરો:શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો

    1 day ago

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ભાવનગર રેલવે ટર્મિનસથી રાજધાની દિલ્હીને સીધી જોડતી ટ્રેન સેવા શરૂ કરવાની મજબૂત માંગ ઉઠાવી છે. તેમણે આ મુદ્દો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને પણ રજૂ કર્યો છે, જેમાં ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો છે. ભાવનગરથી દિલ્હી માટે કોઈ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં ભાવનગરથી દિલ્હી માટે કોઈ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. ભાવનગર એરપોર્ટ પણ લગભગ બંધ સમાન છે અને એર કનેક્ટિવિટીનો અભાવ છે. આ સ્થિતિમાં ભાવનગર જિલ્લાના લોકોને રાજધાની સુધી પહોંચવા માટે મુશ્કેલી પડે છે. દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી યાત્રાળુઓ અને વેપારીઓ માટે ફાયદાકારક તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ભાવનગર જિલ્લો ઔદ્યોગિક અને તીર્થાટનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ (એશિયાનું સૌથી મોટું) અહીં આવેલું છે. ઉપરાંત જૈન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર તીર્થધામ પાલીતાણા (શેટ્રુંજય પર્વત) સહિત સૌરાષ્ટ્રના અનેક મોટા તીર્થસ્થાનો ભાવનગર જિલ્લામાં છે. આવા કારણોસર દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી યાત્રાળુઓ અને વેપારીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાવનગરથી અયોધ્યા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે ગોહિલે એક વ્યવહારુ સૂચન પણ આપ્યું છે કે,હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેન (19201/19202) અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે અને બાકીના ચાર દિવસ તેની રેક (ટ્રેનની બોગીઓ) ભાવનગર ટર્મિનસ પર ફાજલ પડી રહે છે. આ રેકનો ઉપયોગ કરીને ભાવનગરથી દિલ્હી (શાકુરબસ્તી અથવા અન્ય દિલ્હી સ્ટેશન) સુધી સાપ્તાહિક ટ્રેન શરૂ કરી શકાય છે. આનાથી રેસોર્સનો સારો ઉપયોગ થશે અને નવી ટ્રેન શરૂ કરવાની જરૂર પડશે નહીં. સ્થાનિક ટ્રેનોમાં પણ સુધારાની માંગ કરી શક્તિસિંહ ગોહિલે ભાવનગરને પશ્ચિમ રેલવેનું ડિવિઝનલ હેડક્વાર્ટર હોવા છતાં સીધી દિલ્હી કનેક્ટિવિટીના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રેલવે વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને સ્થાનિક ટ્રેનોમાં પણ સુધારા (જેમ કે લોકલ ટ્રેનોને એક્સપ્રેસમાં રૂપાંતરિત કરવા અને AC ચેર કાર ઉમેરવા)ની માંગ કરી છે. આ માંગણીથી ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોમાં આશા જાગી છે કે રેલવે મંત્રાલય આ મુદ્દાને ગંભીરતાથી લઈને ઝડપથી સીધી ટ્રેન સેવા શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    શાલિની અગ્રવાલે મનપાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો:નવું બોર્ડ ન બને ત્યાં સુધી પાલિકાના તમામ નિર્ણય વહીવટદાર દ્વારા લેવામાં આવશે
    Next Article
    તાપીમાં મિશન શક્તિ ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક:મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન યોજનાઓની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment