Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાલિની અગ્રવાલે મનપાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો:નવું બોર્ડ ન બને ત્યાં સુધી પાલિકાના તમામ નિર્ણય વહીવટદાર દ્વારા લેવામાં આવશે

    1 day ago

    વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થયા આજરોજ વહીવટદારે ચાર્જ સંભાળ્યો હતો. જ્યાં સુધી પાલિકાનું નવું બોર્ડ નહીં બને ત્યાં સુધી હવે વહીવટદાર ચાર્જ સંભાળશે. મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરીએ સ્વાગત કર્યું વહીવટદાર શાલિની અગ્રવાલ આજે સાંજે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. GUVNLના એમડી શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. ત્યારે આજે તેઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ તેઓનું સ્વાગત કર્યું હતું. રજાના દિવસે ચાર્જ સંભાળ્યો વડોદરા મહાનગરપાલિકામાં આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે રજા હતી. રજાના દિવસે શાલિની અગ્રવાલ સાંજે ચાર્જ લેવા પહોંચ્યા હતા. જેથી મેયરની કેબિન ખોલવામાં આવી હતી અને તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. હવેથી પાલિકાના તમામ નિર્ણયો વહીવટદાર દ્વારા લેવામાં આવશે. 9 માર્ચે ટર્મ પૂર્ણ થઈ હતી વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ 9 માર્ચના રોજ રાતે 12 કલાકે પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે પદાધિકારીઓની તમામ ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ પદાધિકારીઓની ગાડીઓ પણ જમા કરાવવામાં આવી હતી. હવે સૌ કોઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ. ભરતી પ્રક્રિયામાં ફરી વિવાદમાં ઘેરાઈ:સિનિયર ક્લાર્કની ભરતીમાં નિયમો રાતોરાત બદલ્યા હોવાનો NSUIનો આક્ષેપ, જનરલ કેટેગરીની મહિલાઓ માટે વયમર્યાદા 40થી વધારી 45 કરાઈ
    Next Article
    ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરો:શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment