Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિ. ભરતી પ્રક્રિયામાં ફરી વિવાદમાં ઘેરાઈ:સિનિયર ક્લાર્કની ભરતીમાં નિયમો રાતોરાત બદલ્યા હોવાનો NSUIનો આક્ષેપ, જનરલ કેટેગરીની મહિલાઓ માટે વયમર્યાદા 40થી વધારી 45 કરાઈ

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ ચાર પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા મુલતવી રાખ્યા બાદ હવે સિનિયર ક્લાર્કની પોસ્ટની ભરતીને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. વય મર્યાદામાં કરવામાં આવેલા બદલાવને લઈને NSUIએ યુનિવર્સિટી પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી છે તેમજ જો ભરતી પ્રક્રિયા રદ નહીં કરાય તો NSUIએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતિયાઓને સેટ કરવા ભરતી કરવામાં આવી રહી હોવાના NSUIના આક્ષેપ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારથી જ વિવાદો શરૂ થઈ ગયા છે. મળતિયાઓને સેટ કરવા ભરતી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ કેટલી પોસ્ટ માટે માત્ર એક એક જ ઉમેદવાર માન્ય ગણવામાં આવતા વધારે વિવાદ સર્જાયો હતો. જો કે તે બાદ 4 જેટલી પોસ્ટ પરની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. જો કે હવે સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે પણ મળતિયાઓને સેટ કરવા નિયમ બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. મહિલાઓની વયમર્યાદામાં રાતોરાત ફેરફાર કર્યા હોવાનો આક્ષેપ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે અગાઉ નિયમોનું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ, તેમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો હોવાનો NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી જાહેર કરી ત્યારે ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી હતી પરંતુ, ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જનરલ કેટેગરીની મહિલાઓ માટે વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 40 વર્ષ સુધી મર્યાદિત વય હવે વધારીને 45 વર્ષ સુધી કરી દેવામાં આવી છે. આ બદલાવ રાતોરાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ સગા સંબંધીઓને સેટ કરવા માટે નિયમ બદલ્યા હોવાનો પણ NSUI એ દાવો કર્યો છે. જેથી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા રદ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતી યુનિવર્સિટી દ્વારા જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે, ખાસ લોકો માટે ખાસ ભરતી કરવામાં આવી રહી છે એટલે કે મળતીયાઓ માટે કે તેમના સગા વહાલાઓ માટે કે પછી RSS અને ભાજપ સાથે જોડાયેલા લોકો માટે આ ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે વિરોધ કરવામાં આવ્યો કે, ઉચ્ચ શિક્ષણ મેળવીને જે ડિગ્રી લે છે એવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી, તે બાદ 4 જેટલી પોસ્ટ માટેની ભરતી મૌકૂફ રાખવામાં આવી છે. જેથી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હોવાનું સામે આવી રહ્યું છે. જો સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આગામી દિવસમાં આ લોકોના નામની પણ જાહેરાત કરવામાં આવશે વધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં 4 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ, રાતોરાત તેના નિયમ બદલવામાં આવે છે. જે બાદ જનરલ કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. રાતોરાત કે નિયમ બદલવામ આવ્યા છે તેના માટે થઈ રહ્યા છે, કોના પરિવારને લોકોને સેટ કરવા માટે થઈ રહ્યા છે તેમજ કયા અધિકારીના માનીતાને સેટ કરવા માટે થઈ રહ્યું છે તપાસનો વિષય છે તેમજ આગામી દિવસમાં આ લોકોના નામની પણ જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'LICના 10 લાખ જમા છે, પાછા લેવા કેસ લડવો પડશે':NCPIના સિનિયર ઓફિસરની ઓળખ આપી ઠગબાજોએ વૃદ્ધ મહિલા પાસેથી અલગ-અલગ ખર્ચના નામે 47.35 લાખ પડાવ્યા
    Next Article
    શાલિની અગ્રવાલે મનપાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો:નવું બોર્ડ ન બને ત્યાં સુધી પાલિકાના તમામ નિર્ણય વહીવટદાર દ્વારા લેવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment