Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'LICના 10 લાખ જમા છે, પાછા લેવા કેસ લડવો પડશે':NCPIના સિનિયર ઓફિસરની ઓળખ આપી ઠગબાજોએ વૃદ્ધ મહિલા પાસેથી અલગ-અલગ ખર્ચના નામે 47.35 લાખ પડાવ્યા

    1 day ago

    સાયબર ગઠિયાઓ રોજ-રોજ અલગ-અલગ બહાને લોકોને ઠગી રહ્યા છે ત્યારે અમદાવાદના વધુ એક વૃદ્ધ મહિલાએ ગઠિયાઓએ LICના લાખો રૂપિયા આપવાના બહાને અલગ-અલગ ચાર્જ ગણી 47.35 લાખ ટુકડે ટુકડે પડાવ્યા છે.મહિલાને LICની પણ કોઈ રકમ પરત આપવામાં આવી નથી જેથી મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. LICના 10 લાખ જમા પડ્યા છે, તે પરત જોઈતા હોય તો કેસ લડવો પડશે ઘાટલોડિયામાં રહેતા 73 વર્ષે વૃદ્ધ મહિલા નિવૃત્ત જીવન ગુજારે છે. મહિલાના ત્રણેય સંતાનો પરિવાર સાથે અલગ રહે છે. 28 એપ્રિલ, 2022ના રોજ મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ NCPIના સિનિયર ઓફિસર તરીકે આપીને મહિલાને કહ્યું હતું કે, તમારા LICના 10લાખ જમા પડ્યા છે, તમારે તે પરત જોઈતા હોય તો તમારે કેસ લડવો પડશે.જે કેસ લડવા માટે શરૂઆતમાં 2 લાખ રૂપિયા માંગ્યા હતા. અલગ-અલગ ફીના બહાને મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા જે બાદ મહિલાને અલગ-અલગ ફીના નામે ટુકડે-ટુકડે લાખોની રકમ પડાવવામાં આવી હતી.મહિલાની 10 લાખની LICની રકમની જગ્યાએ કુલ 1.48 કરોડ રૂપિયા હોવાનું કહીને તે પરત લેવા હોય તો અલગ અલગ ફીના બહાને મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. સાઇબર ક્રાઈમે મહિલા પાસેથી કુલ 47.35 લાખ રૂપિયા પડાવ્યા હતા અને મહિલાને કોઈ રકમ પરત આપી ન્હોતી. મહિલાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી અન્ય કિસ્સામાં મુળ રાજકોટની 34 વર્ષીય યુવતી શેલામાં રહે છે.ગત તા.15 જાન્યુઆરીએ તેના એસબીઆઇ બેંક ખાતામાંથી રૂ. 3690 ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. જે બાદ તેને થોડા થોડા દિવસોના અંતરે 15 હજાર, 9240 જેવી નાની રકમ ડેબિટ થયાનો મેસેજ આવતો હતો. એસબીઆઇ બેંકમાંથી ગઠિયાઓએ નાણાં સેરવી લીધા બાદ અન્ય બેંક એકાઉન્ટમાંથી પણ યુવતીને નાણાં ડેબિટ થયાનો મેસેજ આવતો હતો. યુવતીએ બંને બેંક એકાઉન્ટનો પાસવર્ડ, લિંક કે ઓટીપી શેર ન કર્યો હોવા છતાંય ગઠિયાઓએ માત્ર 46 દિવસમાં 19 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 8.05 લાખ ડેબિટ કરી લીધા હતા. જેથી યુવતીએ સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દમણ નગરપાલિકાએ કરોડોનો મિલકત વેરો બાકી રાખનારાઓની પ્રોપર્ટી સીલ કરી:પ્રભાવશાળી લોકોની મિલકતો પણ સીલ, વેરા વસૂલાત અભિયાન ચાલુ રહેશે
    Next Article
    ગુજરાત યુનિ. ભરતી પ્રક્રિયામાં ફરી વિવાદમાં ઘેરાઈ:સિનિયર ક્લાર્કની ભરતીમાં નિયમો રાતોરાત બદલ્યા હોવાનો NSUIનો આક્ષેપ, જનરલ કેટેગરીની મહિલાઓ માટે વયમર્યાદા 40થી વધારી 45 કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment