Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સર્કિટ હાઉસ સંચાલન વિવાદમાં મોટો ખુલાસો:ઇજનેરે કહ્યું-દર વર્ષે ₹111 લાખની ખોટ જતી હતી; PPP મોડલથી નફો વધશે; કોઈની નોકરી નહીં જાય

    11 hours ago

    સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થિત સરકારી સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં સોંપાવાના નિર્ણય બાદ વિવાદ ઊભો થયો હતો.ત્યારે વિવાદને ઠારવા માર્ગ અને મકાન (RB) વિભાગે અતિથિગૃહને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને લીઝ પર સોંપવાના નિર્ણય અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણીયાએ ખાતરી આપી છે કે આ સમગ્ર હસ્તાંતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિર્ધારિત કાયદાકીય માળખાને અનુસરીને સંપન્ન કરવામાં આવી છે. કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશે RB વિભાગના જણાવ્યા અનુસાર, સર્કિટ હાઉસના સંચાલન અને રખરખાવ (OM) માટે ઓનલાઈન RFP પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે વાર્ષિક લાયસન્સ ફીનો અંદાજ 30.72 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જોકે, સ્પર્ધાત્મક હરાજીના અંતે MCWAY MANAGEMENTS LTD એ સૌથી ઊંચી 81 લાખ રૂપિયાની બોલી લગાવી આ કોન્ટ્રાક્ટ પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે આ કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. 132 લાખના ખર્ચ સામે આવક માત્ર 21 લાખ થતી હતી આ વ્યૂહાત્મક નિર્ણયથી સરકારી તિજોરીને મોટું આર્થિક સંરક્ષણ મળશે. અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો, સર્કિટ હાઉસના નિભાવ પાછળ સરકાર વાર્ષિક આશરે 132 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરતી હતી, જેની સામે આવક માત્ર 21 લાખ રૂપિયા જ થતી હતી. આમ, દર વર્ષે તિજોરીને 111 લાખ રૂપિયાની આર્થિક ખોટ સહન કરવી પડતી હતી. PPP મોડેલના અમલીકરણથી આ આર્થિક ભારણ હવે ભૂતકાળ બની જશે. પ્રોટોકોલની ગરિમા જળવાઈ રહેશે ખાનગી સંચાલન હોવા છતાં, ગરિમાપૂર્ણ સરકારી શિષ્ટાચાર જાળવી રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ હોદ્દેદારોના આગમન માટે સર્કિટ હાઉસમાં 2 રૂમ કાયમી ધોરણે અનામત રાખવામાં આવ્યા છે, જેથી પ્રોટોકોલ જાળવવામાં કોઈ અવરોધ ન આવે. રોજગારીમાં ઘટાડો નહીં થાય સ્થાનિક રોજગારના મોરચે પણ આ નિર્ણય આશાસ્પદ રહ્યો છે. અગાઉ અહીં 53 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાર્યરત હતા, જેમના હિતોનું રક્ષણ કરતા નવી એજન્સી દ્વારા ફ્રન્ટ ડેસ્ક, હાઉસકીપિંગ, સિક્યુરિટી અને કેટરિંગ જેવા વિવિધ વિભાગો માટે અંદાજે 50 જેટલા કુશળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આમ, રોજગારીની તકોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયા વિના સેવાનું સ્તર સુધરશે. હોસ્પિટાલિટીના ઉચ્ચત્તમ માપદંડો જળવાઈ રહેશે સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે હવે તેમને અહીં 'ફોર-સ્ટાર' કક્ષાની આધુનિક સુવિધાઓનો લ્હાવો મળશે. PPP મોડેલ હેઠળ ખાનગી સંચાલક પોતાના વ્યક્તિગત રોકાણથી ઇમારતની જાળવણી કરશે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના ઉચ્ચતમ માપદંડો મુજબની સેવાઓ પૂરી પાડશે. આ તમામ સેવાઓ પર રાજ્ય સરકારની સતત અને કડક દેખરેખ રહેશે. નુકસાનમાંથી બહાર નીકળી નફાનો હેતુ વિભાગના મતે, સોમનાથ સર્કિટ હાઉસનું આ પરિવર્તન એક સુવિચારિત અને ડેટા-આધારિત કદમ છે. આ આધુનિક અભિગમ દ્વારા સરકારી અસ્કયામતને નુકસાનના ગર્તામાંથી બહાર કાઢી નફાકારક બનાવવાની સાથે યાત્રિકોને વિશ્વસ્તરીય સુવિધાઓ પીરસવાનો મુખ્ય ઉદ્દેશ્ય સાકાર કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાનું શબ્દશ: નિવેદન ગીર સોમનાથ સ્ટેટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાએ જણાવ્યું હતું કે, "વર્ષ 2022 માં નિર્મિત આ ભવ્ય સોમનાથ અતિથિગૃહનું વર્ચ્યુઅલી લોકાર્પણ સ્વયં માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે થયું હતું. ભક્તોની સુવિધા માટે બનેલા આ ગૃહમાં પ્રવાસીઓ સુવિધાઓથી સંતુષ્ટ તો હતા, પરંતુ તેઓ વધુ આધુનિક સેવાઓની અપેક્ષા પણ રાખતા હતા." "સરકારી સંચાલન દરમિયાન માસિક સરેરાશ આવક માત્ર 2 થી 3 લાખ રૂપિયા રહેતી હતી, જેની સામે નિભાવણી ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા જેટલો ઊંચો રહેતો હતો. પ્રવાસીઓને હોટલ જેવો લક્ઝુરિયસ અનુભવ આપવા અને આર્થિક ખોટને નફામાં બદલવા માટે જ PPP મોડેલનો નિર્ણય લેવાયો છે. પારદર્શક ટેન્ડર પ્રક્રિયામાં ગાંધીનગરની મેકવે મેનેજમેન્ટ લિમિટેડનું 81 લાખ રૂપિયાનું વાર્ષિક ટેન્ડર મંજૂર કરાયું છે." "તારીખ 16-03-2026 થી આ સંચાલન ખાનગી હાથોમાં સોંપાયું છે. વ્યવસ્થાના ભાગરૂપે 10 રૂમ સરકારી કામકાજ માટે ફાળવેલા રહેશે, જેમાંથી 8 રૂમમાં સરકારી રેન્ટ મુજબ જ રોકાણ કરી શકાશે. અમારો અંતિમ લક્ષ્યાંક સોમનાથ મહાદેવના શરણે આવતા પ્રત્યેક યાત્રાળુને શ્રેષ્ઠ આતિથ્ય સત્કાર આપવાનો અને આ સરકારી મિલકતની આજીવન માવજત કરવાનો છે."
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં યુવકે પરિણીતાની છેડતી કરી:મહિલા સામે અશ્લીલ ઈશારા કરી શારીરિક અડપલા કર્યા, લોકો ભેગા થતા ભાગી ગયો, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    GIDCના બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન, ઉદ્યોગકારોનું ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ:9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા ફેલ!, ‘સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment