Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવકે પરિણીતાની છેડતી કરી:મહિલા સામે અશ્લીલ ઈશારા કરી શારીરિક અડપલા કર્યા, લોકો ભેગા થતા ભાગી ગયો, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    9 hours ago

    વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની યુવકે શારીરિક છેડછાડ કરી હતી. અશ્લીલ ઈશારા કરીને શારીરિક અડપલા કરનાર શખ્સ સામે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલા 30 માર્ચના રોજ બપોરના સમયે પોતાના કાકીના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન શિયાબાગ વિસ્તારમાં નારાયણ કોમ્પલેક્ષ પાસે પહોંચતા એક યુવક મહિલાની નજીક આવ્યો હતો. આરોપી સલીમ ઈબ્રાહીમ રાઠોડે મહિલાને જોઈ અશ્લીલ ઈશારા કર્યા અને શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ આરોપીને ઠપકો આપતાં તેણે મહિલાને ગંદી ગાળો બોલી ધમકી આપી હતી. આ દરમિયાન મહિલાની નણંદ અને અન્ય ઓળખીતાઓ ત્યાં આવી જતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Who is Willie Walsh? Former British Airways chief to steer IndiGo as CEO
    Next Article
    સોમનાથ સર્કિટ હાઉસ સંચાલન વિવાદમાં મોટો ખુલાસો:ઇજનેરે કહ્યું-દર વર્ષે ₹111 લાખની ખોટ જતી હતી; PPP મોડલથી નફો વધશે; કોઈની નોકરી નહીં જાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment