Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIDCના બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન, ઉદ્યોગકારોનું ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ:9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા ફેલ!, ‘સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે’

    2 days ago

    ​જૂનાગઢ શહેરના હૃદય સમાન ગણાતા જીઆઈડીસી-2 વિસ્તારના ઉદ્યોગકારો અને સ્થાનિક શ્રમિકો આજે તંત્રની ઘોર બેદરકારી સામે રણચંડી બન્યા છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો સામે બાયો ચડાવવામાં આવી છે અને આગામી 1લી એપ્રિલ 2026ના રોજ સવારના 11 વાગ્યાથી રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જીઆઈડીસી ગેટ પાસેથી ટ્રાફિકને ડાયવર્ઝન તરફ વાળી રસ્તા રોકો જેવી સ્થિતિ ઉભી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉદ્યોગકારોનો આક્રોશ એટલા માટે ચરમસીમાએ છે કારણ કે ભૂતકાળમાં જ્યારે હાઈવે પર પુલનું નિર્માણ ચાલતું હતું ત્યારે તંત્રએ રસ્તા બનાવી આપવાના વાયદા સાથે જીઆઈડીસીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કર્યો હતો, પરંતુ હવે પુલ બની ગયા બાદ તંત્ર જાણે 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' જેવો ઘાટ ઘડીને બેઠું હોય તેમ આ વિસ્તારના રસ્તાઓ સામે જોવાની પણ તસ્દી લેતું નથી. જનતા બિસ્માર રસ્તાઓ અને ધૂળથી પરેશાન ​જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ જાણે અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોય તેવું જોવા મળે છે. ખાસ કરીને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ' પેચ વર્ક' અને સામાન્ય પેચવર્કની તસવીરો અપલોડ કરીને જાતે જ પોતાની પ્રશંસા લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં જૂનાગઢના રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને ઉડતી ધૂળ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. શહેરની જનતા જ્યારે બિસ્માર રસ્તાઓ અને ધૂળથી પરેશાન થઈ રહી છે ત્યારે સત્તાધીશો ઉદ્ઘાટનો અને રીબીનો કાપવાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહીને પ્રજાના પ્રશ્નો પ્રત્યે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવું જનતા અનુભવી રહી છે. ​9 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય આજથી 9 મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પલ્લવીબેન ઠાકરે ખૂબ જ ઉત્સાહપૂર્વક 270 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવાની જાહેરાત કરી હતી, જેમાં 50 કરોડ રૂપિયા તો માત્ર નવા રસ્તાઓ માટે ફાળવવામાં આવ્યા હતા. તે સમયે મોટા ઉપાડે એવા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે જૂનાગઢના રસ્તાઓ ટૂંક સમયમાં જ ચકાચક બની જશે અને જનતાને હાલાકીમાંથી મુક્તિ મળશે. પરંતુ આજે 9 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે. પલ્લવીબેન ઠાકરના તે કરોડોના આંકડાઓ આજે માત્ર કાગળ પરના સપના સાબિત થયા છે અને વાસ્તવિકતામાં રોડ રસ્તાની સ્થિતિ પહેલા કરતા પણ વધુ બિમાર બની ગઈ છે. જનતા સવાલ પૂછી રહી છે કે 270 કરોડ રૂપિયા ગયા ક્યાં અને જો મંજૂર થયા હતા તો જમીન પર કેમ દેખાતા નથી ? ‘અત્યારે જે સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે’ જીઆઈડીસી વિસ્તારની વ્યથા રજૂ કરતા ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ કોઈ વ્યક્તિગત નથી પરંતુ વ્યવસ્થા સામે છે. એપ્રિલ 2025માં જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે મેયર અને કમિશનરે અમને વિનંતી કરી હતી કે જો ઉદ્યોગકારો ડાયવર્ઝન માટે રસ્તો આપે તો તંત્ર GIDCના તમામ રસ્તાઓ નવા બનાવી આપશે. અમે માનવતા અને શહેરના વિકાસ માટે આ સહમતિ આપી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં પુલ કાર્યરત થઈ ગયા બાદ તંત્રએ અમને અધ્ધરતાલ છોડી દીધા છે. અત્યારે જે સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે. ઉદ્યોગકારો હવે છેતરાવા તૈયાર નથી અને એટલે જ 24 કલાકનું અલ્ટીમેટમ આપીને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ઉદ્યોગકારોએ રોડ મુદ્દે હાઈવે પર ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ આપ્યું ​આ તરફ જય ભવાની એસ્ટેટના પ્રમુખ ચુનીભાઈ રાખોલિયા પણ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ગટર લાઈન નાખવા માટે જ્યારે રસ્તો ખોદવામાં આવ્યો ત્યારે તંત્રએ ખાતરી આપી હતી કે કામ પૂર્ણ થતા જ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ ડોકાતું નથી. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નાના રિક્ષાવાળાઓ ફેક્ટરી સુધી માલ લઈ જઈ શકતા નથી અને રિક્ષાઓને ધક્કા મારવા પડે છે. જવાબદાર અધિકારીઓ જાણે એસી ઓફિસોમાં બેસીને જનતાની તકલીફોથી અજાણ હોય તેવું વર્તન કરી રહ્યા છે. દેખરેખના અભાવે કામગીરીની ગુણવત્તા પણ કથળી રહી છે અને ઉદ્યોગકારો ટેક્સ ભરતા હોવા છતાં પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. '30 ટનના ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતનો સતત ભય રહે છે' ​સ્થાનિક અગ્રણી કિરીટભાઈ પાઘડાર જેવા સ્થાનિક અગ્રણીઓ પણ વીડિયોના માધ્યમથી તંત્ર પર પ્રહારો કરતા જણાવે છે કે પુલ નિર્માણ બાદ મુખ્ય રસ્તો 80 ટકા જેટલો દબાવી દેવામાં આવ્યો છે. રસ્તો સાંકડો થઈ ગયો છે અને ઉપરથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે 30-30 ટનના ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતનો સતત ભય રહે છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. કિરીટભાઈએ તીખો સવાલ કર્યો છે કે જો મહાનગરપાલિકા મસમોટો હાઉસ ટેક્સ વસૂલતી હોય તો બદલામાં સુરક્ષિત અને સારા રસ્તા કેમ આપી શકતી નથી ? જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો GIDC-2 ના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. 'કામ પૂર્ણ થશે એટલે લોકોના આક્ષેપો આપોઆપ શાંત થઈ જશે' આ સમગ્ર વિવાદ અને આક્ષેપો અંગે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રક્ષણાત્મક વલણ અપનાવતા જણાવ્યું કે આજે જ કામો શરૂ થઈ ગયા છે પરંતુ વરસાદને કારણે વિઘ્ન આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે તેમણે બચાવ કર્યો કે તે કામચલાઉ પેચવર્ક છે અને કામ પૂર્ણ થશે એટલે લોકોના આક્ષેપો આપોઆપ શાંત થઈ જશે. 270 કરોડના ખર્ચે વિકાસના કામો કરવાની વાત પર તેઓ હજુ પણ મક્કમ છે, પરંતુ આ કામો ક્યારે પૂરા થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા તેઓ આપી શક્યા નથી. આમ, એક તરફ તંત્રના પોકળ વાયદાઓ છે અને બીજી તરફ જૂનાગઢની જનતા અને ઉદ્યોગકારોની રસ્તા પર ઉતરી આવવાની તૈયારી છે, જે જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટ પર મોટા સવાલો ઊભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સર્કિટ હાઉસ સંચાલન વિવાદમાં મોટો ખુલાસો:ઇજનેરે કહ્યું-દર વર્ષે ₹111 લાખની ખોટ જતી હતી; PPP મોડલથી નફો વધશે; કોઈની નોકરી નહીં જાય
    Next Article
    રાણકી વાવમાં 3D શોનો અદભુત નજારો, VIDEO:24 મિનિટની શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા; વડાપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment